________________
૯૦
પ્રકારે જાણવા. ૧૯.
જીવવિચાર પ્રકરણ
સામાન્ય વિવેચન
આપણે મનુષ્યો છીએ અને ગાય, ભેંસ વગેરે પશુઓ છે, કાગડા, પોપટ વગેરે પક્ષીઓ છે; મગર, માછલાં વગેરે પાણીમાં રહેનારા જીવો છે. એ સર્વ પંચેન્દ્રિય તિર્યંચ જીવો કહેવાય છે. મનુષ્યો અને તિર્યંચોને સારા કામોનું ફળ ભોગવવાનું ઠેકાણું, તે દેવલોક અને ખરાબ કર્મોનું ફળ ભોગવવાનું ઠેકાણું, તે નારક ભૂમિઓ. નારક નીચે છે અને દેવલોક ઉપર છે.
લોકવ્યવસ્થાની દૃષ્ટિથી જોતાં નારકો નીચે છે. તેની ઉપર તેનાથી ઓછા દુઃખવાળા અને વધારે સુખવાળા મનુષ્યો છે. અને ઘણાં સુખવાળા દેવો સૌથી ઉપર છે. માટે ગાથામાં એવો ક્રમ બતાવ્યો છે. કેટલાક દેવો મનુષ્યોની નીચે પણ છે.બધા જીવોના રહેવાના ઠેકાણાને વિશ્વ કહે છે. વિશ્વને-જગતને આપણે લોકચૌદ રાજલોક કહીએ છીએ. રાજ=રજ્જુ એક જાતનું માપ છે. અને તે માપથી માપતાં વિશ્વલોક ચૌદ રાજ લોક પ્રમાણ થાય છે. માટે તેનું નામ ચૌદ રાજલોક પણ કહેવાય છે.
તેમાંના નીચેના સાત રાજમાં સાત નારક પૃથ્વીઓ છે. તેથી નારક ગતિમાં ઉત્પન્ન થયેલા નૈયિક જીવોના સાત પ્રકાર પાડવામાં આવ્યા છે.
નીચેથી ગણતાં સાતમાં રાજે આવેલી પૃથ્વીના પડ ઉપર મનુષ્યો અને તિર્યંચો રહે છે. અને તેની ઉપર સૂર્ય, ચંદ્ર અને બીજા દેવો રહે છે. ઠેઠ ઉપરના મથાળે સિદ્ધશિલા છે. તેની ઉ૫૨ એક યોજન પછી કેવળ અલોક જ આવે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય