________________
જીવવિચાર પ્રકરણ
૩
ગાથાર્થ શંખ, કોડા, ગંડોલા, જલો, આયરિયા, અળસીયા અને લાળીયા વગેરે (અને) મામણમુંડા, કરમીયા, પોરા, ચૂડેલ વગેરે બેઇન્દ્રિય (જીવો) છે. ૧૫.
સામાન્ય વિવેચન શંખ - ચોમાસામાં વરસાદ થયા પછી કેટલેક ઠેકાણે શંખના જીવો ચાલતા દેખાય છે. તેમાં ધોળા, ઝાંખા, બદામી રંગ જેવા જીવડાં હોય છે. શંખલો તેમની ઢાલનું કામ કરે છે. કોઈ ભયનું કારણ આવી પડે, તો તે જીવડું શંખલામાં છુપાઈ જાય છે. એ જ પ્રમાણે દરિયામાં નાના મોટા અનેક જાતના શંખો થાય છે.
ગંડોલા- પણ દરિયામાં થતા એવા જ જીવો છે. પેટમાં થતા મોટા કરમિયાને પણ ગંડોલા કહે છે.
જળો- આપણા શરીરમાંથી બગડેલા લોહીને ચુસી લે છે તે.
આયરિયા- ગુરુ મહારાજની સામે ઠવણી ઉપર આચાર્ય મહારાજની સ્થાપના હોય છે. તે અક્ષમાં એક મોટા અને ચાર નાના એમ પાંચ ગોળ અક્ષ હોય છે. તે ભાગ પણ તે જીવોની ઢાલરૂપે હોય છે. તે નિર્જીવ થયા પછી આચાર્ય તરીકે સ્થાપવામાં આવે છે.
અળશીયા- ચોમાસામાં લાલ રંગના લાંબા લાંબા જોવામાં આવે છે. તેનું બીજું નામ ભૂનાગ-ભોંયસર્પ છે.
લાળીયા જીવ-વાશી નરમ પુરી, રોટલા, રોટલી, દાળ, શાક, ભાત વગેરે રાંધેલું અન્ન વાસી રહેવાથી તેમાં થાય છે. આ