________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ દક્ષિણમાં ઇન્દ્રજિત અને વાલીપત્ર ચંદ્રરશ્મિનો સંગ્રામ જામ્યો હતો. તો ઉત્તરમાં મેઘવાહન અને વિરાધનું યુદ્ધ ભીષણ બન્યું હતું. ચન્દ્રરશ્મિએ આજે ધોળે દિવસે ઇન્દ્રજિતને આકાશના તારા બતાવ્યા હતા. ચરશ્મિ આજે ઇન્દ્રજિતની હસ્તી મિટાવી દેત, પણ એને સમાચાર મળ્યા કે વિરાધ સંકટમાં છે. તેથી તેણે રથને ઉત્તરમાં મારી મૂક્યો. મેઘવાહને વિરાધને ઘેરી લીધો હતો. છતાં સિંહની જેમ વિરાધ મેઘવાહનને યુદ્ધ આપી રહ્યો હતો. ચન્દ્રરશ્મિનો રથ વિરાધની પડખે આવી ગયો. ચન્દ્રરાશિમએ ત્રિશૂલનો એક ઘા મેઘવાહન પર કર્યો. મેઘવાહન નીચો નમી ગયો. ત્રિશૂળ એના મુગટને ભેદીને ચાલ્યું ગયું. એ જ સમયે ચન્દ્રરશ્મિએ મુગરનો એક પ્રહાર કરી, મેઘવાહનનો રથ તોડી નાખ્યો; મેઘવાહને તરત બીજો રથ લીધો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ જામી ગયું.
ત્યાં રાક્ષસસૈન્યમાં બૂમ પડી ગઈ. “જંબુમાલી હણાયો.” ભાઈના વધના સમાચાર સાંભળી મેઘવાહને પોતાનો રથ એ દિશામાં મારી મૂક્યો.
હનુમાને જંબૂમાલીને પણ યમલોક પહોંચાડી, રાવણના કાળજે તીર માર્યું હતું. રાવણે કુંભકર્ણની સામે જોયું કે તરત કુંભકર્ણનો પ્રચંડકાય રથ યુદ્ધના અગ્રભાગ તરફ દોડ્યો. કુંભકર્ણને આવતો જોઈ, હતાશ બની ગયેલું લંકાનું સૈન્ય પુનઃ સજ્જ બની, શત્રુસૈન્ય પર ધસી ગયું.
કુંભક રથ છોડી દીધો અને તે શત્રુસૈન્યમાં દોડ્યો. કોઈને લાત મારીને ચિરનિદ્રામાં સુવાડ્યા, કોઈને મુષ્ટિ પ્રહારથી ચીરી નાંખ્યા, તો બે શત્રુઓને સામસામા ભટકાવીને મારવા લાગ્યો. જાણે કલ્પાંતકાળનો સમુદ્ર ઘૂઘવી રહ્યો હોય અને તે જેમ વિનાશ કરે, તેમ વિનાશ કરતો કુંભકર્ણ રામસૈન્યમાં હાહાકાર વર્તાવવા લાગ્યો.
કુંભકર્ણની યુદ્ધની રીતિ-નીતિથી જાણકાર સુગ્રીવ તરત કુંભકર્ણનો માર્ગ રોકીને ઊભો. બીજી બાજુ ભામંડલે કુંભકર્ણ પર શસ્ત્રોનો મારો ચલાવ્યો. દધિમુખ, મહેન્દ્ર, કુમુદ, અંગદ વગેરેએ કુંભકર્ણને ઘેરી લઈ, તીક્ષ્ણ શસ્ત્રોથી તેને જર્જરિત કરવા લાગ્યા. કુંભકર્ણ ક્ષણવાર મૂંઝાઈ ગયો પણ તરત તેણે સમગ્ર શત્રુસૈન્ય પર “પ્રસ્થાપના અસ્ત્રનો ઉપયોગ કર્યો. રામસૈન્ય ઘેરી નિદ્રા લેતું, યુદ્ધભૂમિ પર લેટી ગયું!
પણ તરત સુગ્રીવે ‘પ્રબોધિની' મહાવિદ્યાનું સ્મરણ કર્યું, સૈન્ય તરત નિદ્રાના બંધનમાંથી મુક્ત થયું અને શસ્ત્રો લઈ “ક્યાં છે એ દુષ્ટ કુંભકર્ણ?' કહેતું કુંભકર્ણ પર તૂટી પડ્યું. કુંભકર્ણ રથારૂઢ થઈ, તીરોની વર્ષા વરસાવતો, ઝઝૂમી રહ્યો હતો. સુગ્રીવે પોતાનો રથ કુંભકર્ણના રથ સાથે અથડાવ્યો, અને
For Private And Personal Use Only