________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ
૬૭૫ આવતાંની સાથે જ તેના રથને તોડી નાખ્યો. તેના એક એક શસ્ત્રને છેદી નાંખ્યું. વિર્યશાલી માલી નિસ્તેજ થઈ ગયો. હનુમાને કહ્યું :
“ઘરડા રાક્ષસ, ચાલ્યો જા અહીંથી. તારા જેવા વૃદ્ધની હત્યા કરવી, મને ઉચિત લાગતી નથી.'
ત્યાં વજોદરન રથ દોડી આવ્યો. તે ગર્જી ઊઠ્યો : ‘ઓ પાપી, મરવાનો થયો છે? આવ, મારી સાથે યુદ્ધ કર,
હનુમાને ગર્જતા વજોદરને તરીના મારાથી ઢાંકી દીધો. વજોદરે વળતો પ્રહાર કરી, હનુમાનને તીરોથી આચ્છાદિત કરી દીધા. હનુમાને પોતાના રથને વજોદરના રથની ચારે બાજુ ઘુમાવવા સારથિને કહી, સતત તીરોનો મારો ચાલુ રાખ્યો. વજોદરે એક એક તીરને વ્યર્થ બનાવી દીધું! આજુબાજુ યુદ્ધ કરતા સુભટો થંભી ગયા. બે વીરોનું યુદ્ધ જોવા લાગ્યા. ક્ષણમાં હનુમાનનો વધ તો ક્ષણમાં વજોદરના વધની શંકાઓ થવા લાગી. ધીરે ધીરે હનુમાને પોતાના રથને વજોદરની રથની નિકટમાં લેવા માંડ્યો. જ્યાં ખૂબ નિકટતા થઈ કે હનુમાને ગદા લઈ વજોદરના રથનો ચૂરો બોલાવી દીધો. વજોદર રથની બહાર કૂદી પડી, ગદા લઈ દોડી આવ્યો. બંને વચ્ચે ઘોર ગદા-યુદ્ધ જામ્યું. વજોદરે એક ઘા કરી હનુમાનની ગદાને દૂર ફંગોળી દીધી, એ જ ક્ષણે હનુમાને ખડગનો ઘા કરી વજોદરના હાથને કાપી નાંખ્યો. વજોદર એક હાથમાં ખડગ લઈને લડવા લાગ્યો, પણ તે થાકી ગયો હતો. હનુમાને દાવ લઈ, વજોદરનું શિર છેદી નાંખ્યું.
રાવણના સૈન્યમાં હાહાકાર મચી ગયો. વજોદરના વધના સમાચારે રાવણને રોપાયમાન કરી દીધો. રાવણની બાજુમાં જ રહેલો તેનો પુત્ર જંબૂમાલી, હનુમાનની સામે આવી પહોંચ્યો. હનુમાનનું ખડગ વજોદરના લોહીથી ખરડાયેલું હતું. ત્યાં જંબૂમાલીએ, યુદ્ધનું આહ્વાન આપ્યું. હનુમાને કહ્યું : “અરે જંબૂમાલી તું ક્યાં આવ્યો? તું તો લંકાના ઉદ્યાનોમાં રમણીઓ સાથે ક્રીડા કર!”
ઓ ઉદ્ધત, હમણાં તો હું તારી સાથે ક્રીડા કરીને તૃપ્ત થઈશ, તારું શિર કાપી, તેને મારા ગળામાં પહેરી લંકાની રમણીઓને પ્રસન્ન કરીશ.'
એ વાક્ય પૂરું કરે એ પહેલાં તો હનુમાને ધનુષ્ય પરથી તીર છોડી, જંબુમાલીનું યુદ્ધ આહ્વાન સ્વીકારી લીધું. જેબૂમાલી તાજો જ યુદ્ધ કરી રહ્યો હતો. તેણે પૂરજોશમાં તીર ફેંકવા માંડ્યાં. હનુમાનજી તેના એક એક તીરને નિષ્ફળ બનાવતા હતા.
For Private And Personal Use Only