________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* ૭૮. લંકા-પ્રયાણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુદ્ધની પ્રચંડ તૈયારીઓ થવા લાગી.
કિષ્લેિન્ધિનો આસપાસનો પ્રદેશ આકાશયાન, હાથી, ઘોડા, ૨થ વગેરે લાખો વાહનોથી વ્યાપ્ત બની ગયો. લાખો સુભટો અને કરોડો શસ્ત્રો ઠલવાવા લાગ્યાં. વાહનો ઠલવાવા લાગ્યાં. વાહનો, શસ્ત્રો અને સુભટોની વ્યવસ્થા ચંદ્રરશ્મિ કરી રહ્યો હતો. સુગ્રીવ, ભામંડલ, પ્રસન્નકીર્તિ, વિરાધ અને હનુમાન યુદ્ધ પ્રયાણનો માર્ગ, યુદ્ધની વ્યૂહરચના અને યુદ્ધના પ્રકારોનો વિચાર-વિમર્શ કરી રહ્યા હતા. નલ-નીલ, જાંબવાન અને અંગદ વગેરે સુભટોની વચ્ચે ફરી યુદ્ધનો જુસ્સો પ્રગટાવી રહ્યા હતા અને શા માટે આપણે યુદ્ધ માટે પ્રયાણ કરીએ છીએ, એ સમજાવી રહ્યા હતા. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ સમગ્ર પરિસ્થિતિનું ગંભીર અધ્યયન કરી, સુગ્રીવ વગેરેને સુયોગ્ય સૂચનો આપી રહ્યા હતા. અલ્પ દિવસોમાં સમગ્ર તૈયારી થઈ
ગઈ, ચન્દ્રરશ્મિએ યુદ્ધપ્રયાણ કરવા માટે શ્રીરામને વિનંતી કરી. એક પ્રભાતે લાખો હૈયાં યુદ્ધ-ભેરીને નાદે નાચી ઊઠ્યાં.
તારા રાણીએ શ્રી રામ-લક્ષ્મણને તિલક કર્યાં, અક્ષતથી વધાવ્યા અને તેઓની આરતી ઉતારી. રાજ-પુરોહિતે શુભ લગ્ન પ્રયાણનો આદેશ આપ્યો અને પ્રયાણ આરંભાયું.
સમગ્ર સૈન્યને અવકાશયાનમાં ગોઠવી દેવામાં આવ્યું હતું.
હજારો વિરાટકાય અવકાશયાનોમાં સુભટો, રથો, હાથી, ઘોડા અને શસ્ત્રો ખડકાયાં હતાં.
અગ્રભાગે હનુમાનનું વિમાન ગતિ કરી રહ્યું હતું. હનુમાનની સાથે નલ-નીલ અને જાંબવાન ગોઠવાયા હતા. તેમની પાછળ ભામંડલનું શણગારેલું વિમાન ઊંડી રહ્યું હતું. ભામંડલના પડખે રાજા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ બેઠા હતા.
ત્યારબાદ સુભટોથી ભરેલ એક હજાર આકાશયાનો ઊડી રહ્યાં હતાં. બરાબર તે કાફલાની પાછળ જ ચંદ્રરશ્મિનું ચંદ્રાકાર વિમાન ગતિશીલ હતું. એની પાછળ બીજાં એક એક હજાર વિમાન શસ્ત્રોના ભંડાર લઈને ઊડી રહ્યાં હતાં. એ પછી વિરાધનું નાનકડું વિમાન ચોકી કરતું ઊડી રહ્યું હતું. એ વિમાનમાંથી થોડા અંતરે બે હજાર વિમાનો હાથી, ઘોડા અને રથ લઈને ઊડતાં હતાં.
For Private And Personal Use Only