________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૫૮
દીધેલો. મેં આગ્રહ કરીને પારણું કરાવ્યું.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
ત્યાં સુધીમાં રાવણને તમારી કોઈ ખબર જ ન મળી?
‘નહીં, હું લંકામાં પ્રવેશીને લંકાસુંદરીને પરણ્યો, પછી બિભીષણને મળ્યો. ત્યારબાદ દેવીના ઉદ્યાનમાં ગયો!’
હનુમાનજીએ લંકાસુંદરી સાથેના લગ્નનું પ્રકરણ કહ્યું.
સહુ પ્રસન્ન થઈ ગયાં. બિભીષણ સાથેની વાતચીતથી સહુ પ્રભાવિત થયાં અને જ્યારે હનુમાનજીએ અક્ષકુમારનો વધ, ઇન્દ્રજિત સાથે યુદ્ધ, નાગપાશનું બંધન, રાવણ સાથે મુલાકાત, ગરમાગરમ ચર્ચા અને અંતે રાવણના મુગટને લાત મારી, તોડી નાંખવાનું સાહસ, આ બધું સાંભળ્યું, ત્યારે લક્ષ્મણજીની છાતી ગજગજ ફૂલવા લાગી. તેઓ હનુમાનને ભેટી પડ્યા અને ખૂબ ધન્યવાદ આપ્યા. શ્રી રામે કહ્યું :
‘હનુમાન, તમે સાચે જ મહાન પરાક્રમી, સન્નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ મિત્ર છો. તમારા જવાથી દેવી વૈદેહીને કેટલી શાંતિ મળી! કેટલી આશા બંધાણી! દુષ્ટ રાવણને પણ ખ્યાલ આવી ગયો કે યુદ્ધમાં કોનો સામનો કરવાનો છે?'
સુગ્રીવ હનુમાનને નગરમાં લઈ ગયા. સ્નાન, ભોજન આદિ કરાવી, હનુમાનને થોડો સમય વિશ્રામ કરવાનું કહી, સુગ્રીવ ઉદ્યાનમાં આવ્યા. લક્ષ્મણજીએ કહ્યું :
For Private And Personal Use Only
‘સુગ્રીવરાજ, હવે અવિલંબ લંકાપ્રયાણની તૈયારી કરવી જોઈએ.' ‘જેવી આશા.’ સુગ્રીવે લક્ષ્મણજીની આજ્ઞા વધાવી લીધી.
એ જ સંધ્યાએ કિકેિન્ધિના ઉદ્યાનમાં વિદ્યાધર રાજાઓની વિચાર-પરિષદ મળી અને લંકાપ્રયાણની પૂર્વતૈયારી અંગે વિચાર-વિમર્શ થયો. સૈન્યની સર્વ જવાબદારી સુગ્રીવને સોંપવામાં આવી. મહેન્દ્ર, વિરાધ, ભામંડલ વગેરે રાજાઓએ પોતાની રાજધાનીઓમાં અંગત માણસોને મોકલી, સૈન્ય બોલાવી લીધું.
કિષ્કિંન્ધિનગર યુદ્ધની તડામાર તૈયારીઓમાં દિન-રાત મચી પડ્યું.