________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા સાથે લગ્ન
૯૩૭ દધિમુખ દ્વીપ
આગના ભડકાઓથી ભરખાયેલો એક દ્વીપ. હનુમાનજીએ વિમાનમાંથી નીચે જોયું.
ભડકે બળતા દ્વીપની મધ્યમાં હનુમાનજીએ એક દૃશ્ય જોયું અને તેમનું કાળજું કંપી ઊઠડ્યું.
બે મહામુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા હતા. તેમની સામે ત્રણ કુમારિકાઓ ધ્યાનસ્થ બેઠેલી હતી. તેમની ચારેકોર આગ હતી.
એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના, હનુમાનજીએ વિદ્યાશક્તિથી સમુદ્રજલ લાવી, દધિમુખ દ્વીપ પર વરસાવ્યું. જાણે ઘનઘોર વાદળો વરસી પડ્યાં. જોતજોતામાં આગ બુઝાઈ ગઈ. હનુમાનજીનું કરુણાભર્યું હૃદય પ્રસન્ન થયું.
Vરંતુ વિનાશિની વUTI’ કરુણામાંથી પરદુઃખનો વિનાશ કરવાનું કાર્ય થાય. એ કાર્ય સફળ થાય એટલે કરુણાવંતને પ્રસન્નતા થાય.
નિષ્ફર મનુષ્ય બીજાનું દુઃખ જોઈ, બીજાને દુઃખ આપી પ્રસન્ન થાય. કરુણાવંત બીજાનું દુઃખ દૂર કરીને પ્રસન્ન થાય છે.
ત્રણ કુમારિકાઓને વિદ્યાસિદ્ધ થઈ. મહામુનિઓને ત્રણ પ્રદક્ષિણા દઈ, શ્રી હનુમાનજીને કહ્યું :
હે પરમાહિતુ! તમે ઉપસર્ગથી મહામુનિઓની રક્ષા કરી અને અમને પણ આગથી બચાવી લીધાં. તમારી સહાયથી જરાય કાલક્ષેપ વિના, વિદ્યાઓ સિદ્ધ થઈ. તમે સાચે જ પરોપકારી છો.” ‘તમે કોણ છો?' હનુમાનજીએ પૂછ્યું. હે મહાપુરુષ, અમારો પરિચય સાંભળો.” “આ દધિમુખ નગરના રાજા છે ગંધર્વરાજ. તેમની પટરાણી છે કુસુમમાલા. અમે એમની કન્યાઓ છીએ. અમે યૌવનમાં આવી, ત્યારે અનેક વિદ્યાધર કુમારોએ પિતાજી પાસે અમારી માંગણી કરી. તેમાં એક વિદ્યાધર. તેનું નામ અંગારક!
ખરેખર અંગારો જ! અમારા માટે તેણે ખૂબ ધમપછાડા કર્યા. તે ઉન્માદી બની ગયો. પરંતુ પિતાજીએ એને ધુતકારી કાઢ્યો. બીજા વિદ્યાધરોની માંગણી પણ ન સ્વીકારી. એક વખતે, કોઈ હિતકારી મહામુનિ અમારા નગરમાં પધાર્યા. પિતાજીએ ભાવભક્તિ કરી પૂછ્યું કે મારી પુત્રીઓનો ભર્તા કોણ થશે?
For Private And Personal Use Only