________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
585
જૈન રામાયણ
પ્રસન્નકીર્તિનો રથ તૂટી પડ્યો, તેનો સારથિ મરાયો, તેનાં શસ્ત્રો છેદાઈ ગયાં. હનુમાનજી ધસ્યા. તેમણે પ્રસન્નકીર્તિને પકડી લીધો. રાજા મહેન્દ્રનો વૃદ્ધ દેહ પુત્ર-પરાજયથી કંપી ઊઠ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ મહેન્દ્ર શસ્ત્રો લીધાં અને અંજનાપુત્રની સામે રણે ચડ્યા. હનુમાનજીએ ‘દાદા' સાથે યુદ્ધ કરવાનું માંડી વાળી, બુદ્ધિકૌશલ્યથી શસ્ત્રસહિત મહેન્દ્ર રાજાને પકડી લીધા.
યુદ્ધ પૂર્ણ થયું. પરાજિત મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ મહેન્દ્રપુરીની રાજસભામાં નતમસ્તક બનીને ઊભા રહ્યાં.
હનુમાનજી ઊભા થયા.
મહેન્દ્રને નતમસ્તક બની, બે કર જોડી હનુમાનજીએ વંદના કરી કહ્યું : રાજન, તમે મને ઓળખ્યો નથી. હું તમારો દોહિત્ર અંજના-પુત્ર હનુમાન છું. શ્રી રામની આજ્ઞાથી હું લંકા જાઉં છું. લંકાપતિ મહાસતી સીતાનું અપહરણ કરી ગયો છે. મારે મહાસતીની શોધ કરી, સુખશાતા પૂછી, રાવણને સમજાવીને સીતાજીને બંધનમુક્ત કરવાનું કાર્ય કરવાનું છે.
લંકા જતાં વચ્ચે તમારું આ નગર આવ્યું, ત્યાં મારી માતાને તમે કરેલો અન્યાય મને યાદ આવી ગયો. મારા અંગે અંગમાં રોષ ભભૂક્યો અને હું યુદ્ધ કરી બેઠો.
આપ મારો અપરાધ ક્ષમા કરો. હવે હું શ્રી રામના કાર્ય માટે જઈશ અને તમે શ્રી રામ પાસે કિષ્ક્રિન્થિનગરમાં પહોંચી જાઓ.'
રાજા મહેન્દ્ર હનુમાનજીની વાત સાંભળી ગદ્ગદ્ થઈ ગયા. તેઓ હનુમાનજીને ભેટી પડ્યા.
‘પુત્ર, પહેલાં અનેક મનુષ્યનાં મુખે તને સાંભળ્યો હતો. તારા પરાક્રમની કીર્તિ સાંભળીને જ રાજી થતો હતો અને આજે હે વીર, તને પ્રત્યક્ષ જોયો! ખરેખર લોકો તારી પ્રશંસા કરતાં થાકતા નથી, તે સાચું જ છે, યથાર્થ છે, એમાં જરાયે અતિશયોક્તિ નથી.
બેટા, તું શ્રીરામના મહત્ત્વપૂર્ણ કામે જઈ રહ્યો છે. તું જા. ‘પન્થાનઃ સન્તુ તે શિવાઃ' તારા કાર્યને પૂર્ણ કરી, તું જલ્દી શ્રી રામ-ચરણમાં આવી પહોંચજે. હું સૈન્ય સહિત તે પૂજ્યનાં ચરણમાં જાઉં છું.'
રાજા મહેન્દ્ર કિષ્કિન્ધાના માર્ગે વળ્યા. હનુમાનજી આકાશમાર્ગે આગળ વધ્યા.
For Private And Personal Use Only