________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નેહ-ઉન્માદ
૯૨૧
શ્રી રામનો સ્નેહ-ઉન્માદ હતો. લક્ષ્મણજીના મૃતદેહને શ્રી રામ સ્નાનગૃહમાં લઈ જાય છે અને સ્નાન કરાવે છે. ત્યાર પછી પોતાને હાથે વિવિધ સુગંધી વિલેપનોથી વિલેપન કરે છે. દિવ્ય રસભરપૂર ભોજનના થાળ મંગાવીને, એની સમક્ષ મૂકે છે!
ક્યારેક ‘એ પ્રિય દેહને પોતાના ઉત્સંગમાં લઈ, એના મસ્તકે વારંવાર આલિંગન આપે છે. પલંગમાં એને સુવાડીને એને સુંદર વસ્ત્ર ઓઢાડે છે. ક્યારેક એની સાથે વાર્તાલાપ કરે છે. પ્રશ્ન પોતે પૂછે છે અને ઉત્તર પણ પોતે જ આપે છે! ક્યારેક એ દેહનું સ્વયં મર્દન કરે છે.
દૂર રહીને બિભીષણ, સુગ્રીવ, શત્રુઘ્ન વગેરે શ્રી રામની આ ઉન્માદભરી ક્રિયાઓ જુએ છે. ક્યારેક આંખો આંસુઓથી છલકાઈ જાય છે. ક્યારેક અદ્ભુત ભાતૃસ્નેહ જોઈ હર્ષથી મલકાઈ જાય છે... ક્યારેક ચિંતાઓથી વ્યાકુળ બની જાય છે. ‘ક્યાં સુધી શ્રી રામ આમ કરશે?' આ વિચારથી અસ્વસ્થ બની જાય છે. આવી સ્થિતિમાં મૂકીને કોઈ રાજા અયોધ્યાથી પોતાના દેશમાં જવા રાજી નથી. બિભીષણ અોધ્યામાં રોકાયા છે. સુગ્રીવ અયોધ્યામાં રોકાયા છે. શત્રુઘ્ન મથુરા ગયા નથી, જ્યારે શ્રી રામના અનન્ય ભક્ત હનુમાનજી તો ચારિત્રને પંથે વિચરી રહ્યા છે. ભામંડલનું અકસ્માત મૃત્યુ થઈ ગયું છે.
દિવસો વીત્યા.
મહિનાઓ વીત્યા.
છ છ મહિના વીતી ગયા. ભારતને ખૂણે ખૂણે શ્રી રામના સ્નેહોન્માદથી વાત ફેલાઈ ગઈ. વિદ્યાધરોની દુનિયામાં પણ વાત પહોંચી ગઈ. જેને જેને સમાચાર મળ્યા, તેઓ તરત અયોધ્યા આવવા લાગ્યા.
ચરમ શરીરી શ્રી રામ! તેમનો સ્નેહોન્માદ જોઈને કોને આશ્ચર્ય ન થાય! પરંતુ દુનિયા ક્યાં જાણતી હતી કે બળદેવ અને વાસુદેવનો સ્નેહ આવો જ ગાઢ હોય છે. એ ગાઢ સ્નેહ મૃત્યુ પછી પણ છ મહિના સુધી ચાલતો હોય છે! ચ૨મ શરીરી એવા આત્માને પણ મોહ કેવો નચાવી જાય છે! પરંતુ તેટલા માત્રથી તેઓનું નિર્વાણ અટકી જતું નથી.
આ પણ શ્રી રામના જીવનની એક કરુણ ઘટના હતી. એ સ્થિતિ ભોગવવાનું નિર્માણ જ હતું!
For Private And Personal Use Only