________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિભીષણ
ફ૨૩ ગઈ. તેનો રોષ જતો રહ્યો. તેણે મારા પતિ પાસે ભોગ-પ્રાર્થના કરી. મારા પતિએ તેની પ્રાર્થનાનો અનાદર કર્યો. તેથી તે રોષથી ચાલી ગઈ. પરંતુ થોડા સમયમાં તો દંડકારણ્ય સુભટોથી ઊભરાવા લાગ્યું. મારા અજોડ પરાક્રમી દેવર એ રાક્ષસ સુભટો સામે યુદ્ધ કરવા ગયા, આ બાજુ આ દુષ્ટ (રાવણ સામે આંગળી ચીંધી) કપટ કરી, મારી પાસે રહેલા મારા સ્વામીને દૂર કર્યા. અને મને વિમાનમાં નાંખી અહીં લઈ આવ્યો. ખરેખર, એણે પોતાના વધ માટે, વિનાશ માટે જ આ કૃત્ય કર્યું છે.' - બિભીષણની સામે સાવ સત્ય વિગતો આવી ગઈ. તેણે તત્કાળ નિર્ણય કર્યો કે “આ કૃત્ય સારું નથી થયું. આમાં રાવણનો જ દોષ છે.' બિભીષણે રાવણ સામે જોયું. બે હાથ જોડી, મસ્તક નમાવી, રાવણને પ્રણામ કર્યા અને કહ્યું :
સ્વામિન, આપણા કુલને દૂષિત કરનારું આ કૃત્ય તમે કર્યું છે. મારી આપને નમ્ર પ્રાર્થના છે કે હજુ જ્યાં સુધી આપણો વિનાશ કરવા, શ્રીરામ લક્ષ્મણ સાથે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં સીતાને એમની પાસે મૂકી આવો. એ જ હવે બગડેલી વાતને સુધારી લેવાનો માર્ગ છે.'
બિભીષણનાં હિતકારી વચનો સાંભળવાની રાવણની તૈયારી જ ક્યાં હતી? ક્રોધથી તે રાતોપીળો થઈ ગયો.
કાયર, શું બોલે છે તું? મારા પરાક્રમને તું ભૂલી ગયો? મારી પ્રાર્થનાને માન્ય કરી, સીતા મારી ભાર્યા બનશે. જો રામ-લક્ષમણ આવશે તો તેમનો વધ કરીશ, તારા જેવા ભીરુની સલાહ મારે નથી જોઈતી.'
ભાઈ, તે જ્ઞાની પુરુષનું વચન યાદ આવે છે? જરા યાદ કરો. ભાન ન ભૂલો. એ જ્ઞાની ભગવંતે કહ્યું હતું, “રામપત્ની સીતાના કારણે રાક્ષસકુળનો ક્ષય થશે, વિનાશ થશે. વડીલ બંધુ! હું તમારા પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ ધરાવનારો બંધુ છું. તમે મારી વાત માનો. મેં દશરથનો વધ કર્યો હતો. એ જીવિત કેવી રીતે રહી ગયો? જ્ઞાનીનાં વચનને મિથ્યા કરવા હું અયોધ્યા ગયો હતો. તે યાદ છે? ત્યાં શયનગૃહમાં સૂતેલા દશરથનો વધ કરી હું લંકા આવ્યો. હું એમ માનીને નિશ્ચિત હતો કે દશરથનો વધ થઈ ગયો. હવે રામ જન્મશે જ નહીં. પરંતુ મારી ધારણા ખોટી પડી. દશરથને બદલે કોઈ બીજાનો જ વધ થઈ ગયો. દશરથ જીવિત રહ્યો. મહારાજા, જે બનવાનું નિશ્ચિત હોય છે, તે બને જ છે. તે અન્યથા થતું નથી. છતાં તમને પ્રાર્થના કરું છું કે આપણા કુળનો ક્ષય થતો અટકાવવા, સીતાને તમે છોડી દે.”
For Private And Personal Use Only