________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં છેલ્લી રાત
૭૪૯
વિશલ્યાના મનનું સમાધાન થઈ ગયું. રાત્રિનો છેલ્લો પ્રહર હતો. પ્રભાત થતાં જ પ્રયાણ કરવાનું હતું. લંકાના રાજ-મહાલયમાં ચોથા પ્રહ૨ના ડંકાઓ
વાગ્યા.
પ્રયાણના દિવસનું પ્રભાત ઊગ્યું. આખી લંકા પોતાના પ્રાણપ્યારા અતિથિને વિદાય આપવા રાજ-મહેલની આગળ ઊમટી.
પુષ્પક વિમાન તૈયાર હતું. પરિવારસહિત શ્રી રામ-લક્ષ્મણ અને સીતા પુષ્પક વિમાનમાં આરૂઢ થયાં.
શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીના જયના પોકારોથી આકાશમંડલ ગાજી ઊઠ્યું અને પુષ્પકવિમાને અયોધ્યાનો માર્ગ પકડ્યો.
સીતાજીના મુખ પર ત્યારે યુદ્ધ પછીની મુક્તિનો કેટલો આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ઊભરાયો હશે, તેનું વર્ણન ગ્રંથોમાં મળતું નથી. તે વર્ણનનો વિષય જ નથી ને!
For Private And Personal Use Only