________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૮. અયોધ્યાના રાજમહેલમાં ,
જ્યારથી લંકાના શિલ્પીઓ, કલાકારો અને ચિત્રકારો અયોધ્યામાં આવ્યા હતા ત્યારથી અયોધ્યાના રાજમહેલો, રાજમાર્ગો, ઉદ્યાનો નવી રોનકમાં બદલાઈ રહ્યાં હતાં, ત્યારથી અયોધ્યાની પ્રજા જાણી ગઈ હતી કે તેમના પ્રાણપ્યારા રામ-લક્ષ્મણ અને સીતા અયોધ્યા આવી રહ્યાં છે. પ્રજા જાણતી હતી કે લંકાપતિ રાવણ સીતાને ઉપાડી ગયો હતો અને શ્રીરામ-લક્ષ્મણે ભીષણ યુદ્ધ કરી, રાવણનો વધ કરી, સીતાને પ્રાપ્ત કરી છે. એટલે પ્રજાનો ઉલ્લાસ અને હર્ષ નિઃસીમ હતો.
લોકોને શ્રી રામનાં દર્શન કરવાં હતાં એટલું જ નહીં પરંતુ શ્રી રામના મુખે વનવાસની રોમાંચક વાતો સાંભળવી હતી! લંકાના વિપુલ વૈભવોનો આંખે દેખ્યો અહેવાલ જાણવો હતો. દશમુખ રાવણ સાથેના ઘોર યુદ્ધની રસભરી વાતો સાંભળવી હતી. શ્રી રામ પુષ્પક વિમાનમાં આવવાના છે.' આવા સમાચારે પણ અયોધ્યાવાસીઓમાં ભારે કુતૂહલ પેદા કર્યું હતું. પુષ્પક વિમાનની અવનવી વાતો તો લોકોએ સાંભળી હતી. હવે તેમને એ પુષ્પક વિમાન સગી આંખે જોવા મળવાનું હતું, તેને તેમને ઘણો આનંદ હતો.
નગરની સ્ત્રીઓ સીતાને મળવા કેટલી બધી આતુર હતી! એ કમલ કોમલ પતિવ્રતા સન્નારીને હૈયાના હેતથી વધાવવા નગરની સ્ત્રીઓ પૂર્વતૈયારીઓ કરવા લાગી ગઈ હતી.
કૌશલ્યા અને સુમિત્રાએ મહેલમાં રહેવા છતાં વનવાસી જીવન જીવ્યું હતું. મહારાજા દશરથે ચારિત્ર્ય લઈ લીધું હતું. કૌશલ્યા દિન-રાત રામ-લક્ષ્મણસીતાના વિચારોમાં ખોવાયેલાં રહેતાં, કલાકોના કલાકો સુધી વિચારનિદ્રામાં ડૂબી જતાં, પતિ-વિરહ, પુત્ર-વિરહ અને પુત્રવધૂના વિરહથી-કૌશલ્યાના કેશોમાં વૃદ્ધત્વ આવી ગયું હતું. તેમના મુખ પર અકાળે વૃદ્ધાવસ્થા છવાઈ ગઈ હતી. જોકે સુમિત્રાનું સાંનિધ્ય એમને જીવવાનું જોમ આપ્યા કરતું હતું. પણ એ જીવનમાં રસ ન હતો, ઉલ્લાસ ન હતો. જીવવા માટે જીવવાનું હતું.
ભરત! ભરત તો આમેય સંસારથી વિરક્ત હતા.
એમને રાજ્ય તો શું, સંસાર જ જોઈતો ન હતો. તેઓ રાજા હોવા છતાં રાજર્ષિ હતા. અનાસક્ત ભાવે ને એક માત્ર કર્તવ્ય ખાતર અયોધ્યામાં રહેતા હતા. જ્યારે આર્યપુત્ર અયોધ્યા આવે અને હું કર્તવ્યથી મુક્ત બની, મોક્ષમાર્ગની
For Private And Personal Use Only