________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૩૧૩
‘નહિ તારા, એ ધીરતા ને વીરતા દશરથનંદન શ્રી રામ અને લક્ષ્મણની છે.'
‘હા, મેં એ પૂજ્ય પુરુષોને જોયા નથી પણ એમના પરાક્રમને સાંભળ્યાં છે. કહે છે : એમના ધનુષ્યના ટંકાર માત્રથી લંપટ માયાવી સાહસગતિ ખુલ્લો પડી ગયો અને એક જ તીરથી શ્રી રામે તેના પ્રાણ હરી લીધા!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પરંતુ નાથ, મારા માટે તો પુત્ર ચન્દ્રરશ્મિએ પ્રાણ હોડમાં મૂકી દીધા. એ જો ન હોત તો...' તારાનું શરીર કંપી ગયું. તેના મુખ પર ભયની રેખાઓ ઊપસી આવી.
‘ચન્દ્રરશ્મિએ તો વાનરદ્વીપનું, પિતાતુલ્ય વાલીનું અને મારું ગૌરવ અખંડ રાખ્યું! એણે મને અને પેલા માયાવીને, કોઈનેય અંતઃપુરમાં ન પ્રવેશવા દીધા! ‘દૈવી તમારા મનમાં-’
જરાય શંકા ન હતી કે આપનો પરાજય થશે! હું તો દિનરાત શ્રી પંચપરમેષ્ઠી ભગવંતના સ્મરણમાં જ રહેતી હતી અને આપના હિતની કામના કરી હતી!'
‘સાચે જ આ સમયે હું ખરેખરી કસોટીએ ચઢ્યો.’
‘ને કસોટી પર ચઢી સાચા તરીકે સિદ્ધ થઈ ગયા!'
‘પ્રિયે’
‘નાથ..'
મૌન છવાયું. સુગ્રીવ તારા સામે જોઈ રહ્યો. તારાના મુખ પર લાલિમા છવાઈ ગઈ. તેના શરીરમાં એક કંપારી આવી ગઈ. તેણે સુગ્રીવ સામે જોયું. સુગ્રીવનું શરીર કૃશ બની ગયું હતું. મુખ પર થાક દેખાતો હતો. શરીર પર પડેલા શસ્ત્રોના ઘા પણ હજુ પૂરા રુઝાયા ન હતા. તારાના મુખ પરની લાલિમા ચાલી ગઈ. તે ધીરેથી ઊભી થઈ અને કહ્યું:
‘પ્રાણનાથ, આપને વિશ્રામની જરૂર છે. આપ વિશ્રામ કરો... પણ હા, હું દુગ્ધપાનની સામગ્રી લઈ આવું.' તારા જેવી ગઈ તેવી સ્ફૂર્તિથી પાછી આવી. સુગ્રીવને દૂધપાન કરાવી, પલંગ પર વિશ્રાંતિ લેવા વિનંતી કરી. સુગ્રીવ તારાના સ્નેહમાં વેઠેલી વેદનાઓને ક્ષણભર ભૂલી ગયો. તેણે વિશ્રામ લેવા પલંગ પર લંબાવ્યું. તારા પતિસેવામાં તત્પર બની. સુગ્રીવ આંખો બંધ કરી નિદ્રા લેવા પ્રયત્ન કરવા લાગ્યો. તારા પતિની સેવા કરતી, દીર્ઘ વિચારનિદ્રામાં પડી ગઈ. તેને લગ્નદિનથી માંડી સતત સુગ્રીવનો સ્નેહ મળી રહ્યો હતો. તારાએ પણ પોતાના હૈયામાં સુગ્રીવ સિવાય કોઈનેય સ્થાન નહોતું આપ્યું.
For Private And Personal Use Only