________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૨
તારારાણી મારી તેર કન્યાઓનો શ્રી રામચન્દ્રજી સ્વીકાર કરી મને ઉપકૃત કરે, એવી મારી અંત:કરણની કામના છે.'
શ્રી રામચન્દ્રજીનો જય હો! નગરજનોએ હર્ષ ધ્વનિ કર્યો. સુગ્રીવે પુનઃ શ્રી રામનાં ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા. શ્રી રામના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. તેઓનું મન સુગ્રીવના ભાષણમાં ન હતું. સુગ્રીવે કહ્યું: “પુરુષોત્તમ, મારી પ્રાર્થના....”
વાનરેશ્વર, મૈથિલીની પરિશોધમાં પ્રયત્ન કર, એ જ મને અભીષ્ટ છે, એ સિવાય બીજી કોઈ વાત મને અત્યારે પસંદ નહિ પડે. મારું મન અત્યંત ખિન્ન છે. સીતાનો વિરહ મારા માટે અસહ્ય બનતો જાય છે.'
“હે મહાપુરુષ મહાદેવી સીતાની પરિશોધનું કાર્ય મારું છે. હું કોઈપણ ભોગે મહાદેવીનો વૃત્તાંત આપનાં ચરણોમાં નિવેદન કરીશ. એ ચિતા આપ મારા પર છોડી દઈ આપ નિશ્ચિતતાથી કિષ્કિન્ધાના રાજમહેલમાં બિરાજો.
નહીં રાજન, અમે રાજમહેલમાં નહીં રહીએ. જ્યાં સુધી દેવી સીતાના સમાચાર નહીં મળે ત્યાં સુધી અમે નગરના બાહ્ય ઉદ્યાનમાં રોકાઈશું.”
હે કૃપાવંત, સમગ્ર વાનરદ્વીપના આપ જમાલિક છો; જે સ્થાન આપના વ્યાકુળ ચિત્તને શાંતિ આપે, ત્યાં આપશ્રી નિવાસ કરો.”
સુગ્રીવે સભાનું વિસર્જન કર્યું અને સેવકોને બાહ્ય ઉદ્યાનને સુસજ્જ કરવા માટે સૂચન કર્યું. સેવકોએ ઉદ્યાનને એક નંદનવન સદશ રમણીય અને કલાત્મક બનાવી દીધું. શ્રી રામે લક્ષ્મણજી સાથે બાહ્ય ઉદ્યાનમાં નિવાસ કર્યો. તેમની સેવામાં સુગ્રીવે અનેક કુશળ સેવકોને નિયુક્ત કર્યા અને પોતે ત્યાંથી સીધો અંતઃપુર તરફ રવાના થયો.
0 0 0 “સ્વામીનાથ..' તારારાણી સુગ્રીવને જોતાં જ ગદ્ગદ્ થઈ ગઈ. તેણે સુગ્રીવનું સ્વાગત કર્યું. એક સુવર્ણ આસન પર સુગ્રીવ બેસી ગયો. તારા પતિચરણોમાં બેસી ગઈ.
દેવી, ઘણું કષ્ટ આવ્યું, પરંતુ આખરે સત્યનો જય' થયો, ખરું ને?” હા દેવી-' ‘પણ અસત્ય કેવો હાહાકાર મચાવ્યો? આપની વીરતા અને વીરતાથી.”
For Private And Personal Use Only