________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પNo.
વિજાપુરમાં ચન્દ્રનગરના રાજા વૃષભ, તેમનો પુત્ર સુરેન્દ્રરૂપ.
વનમાલા માટે સુરેન્દ્રરૂપની પસંદગી કરવામાં આવી. રાજા મહીધર મહામંત્રીને ચન્દ્રનગર મોકલી વનમાલાનું સગપણ સુરેન્દ્રરૂપ સાથે કરી દીધું. સગપણ થઈ ગયા પછી વનમાલાને ખબર પડી કે મારું સગપણ સુરેન્દ્રરૂપ સાથે કરવામાં આવ્યું છે. તેથી તેના હૃદયને સખત આઘાત લાગ્યો.
વનમાલાનું મુખ કરમાવા લાગ્યું. તેણે મીઠાં ભોજન કરવાં બંધ કર્યા. સ્નાન-વિલેપન બંધ કર્યા, શણગાર સજવા બંધ કર્યા, રાત-દિવસ વિષાદ અને વેદના. તેણે મનોમન જીવનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો. “ગળે ફાંસો નાંખીને જીવનનો અંત લાવી દઉં.'
રાતનો અંધકાર. હૃદયમાં પણ મોહનો અંધકાર! વનમાલાએ અંધકારમાં ચાલવા માંડ્યું. તે નગરની બહાર આવી. જિંદગીમાં પ્રથમ વાર જ તે એકલી નીકળી હતી, જીવનનો અંત આણવા! તેને મરવું જહતું એટલે કોઈ ભય તેને કંપાવતો ન હતો. તે સડસડાટ ચાલી જતી હતી. તેણે ઉદ્યાનનો રસ્તો લીધો.
ઉદ્યાનની પૂર્વ દિશામાં વનદેવતાની દેરી હતી. તેણે વનદેવતાની પૂજા કરી અને હાથ જોડી, મસ્તક નમાવી પ્રાર્થના કરવા માંડી:
હે વનદેવતા, તન-મન અને વચનથી લક્ષ્મણને વરી છું. આ ભવમાં હવે લક્ષ્મણ મને મળે એમ નથી તો જન્માંતરમાં પણ મારો ભરથાર લક્ષ્મણ હો.'
તે ન્યગ્રોધ વૃક્ષ તરફ ચાલી.
ન્યગ્રોધ વૃક્ષ નીચે એક ચોકીદાર જાગતો બેઠો હતો. તેણે વૃક્ષ તરફ આવતી વનમાલાને જોઈ. તે વિચારે છેઃ “શું આ વનદેવી છે! આ વટવૃક્ષની અધિષ્ઠાત્રી કોઈ યક્ષિણી છે?” એ ચોકીદાર વિચારતો રહ્યો અને વનમાલા તો સડસડાટ વટવૃક્ષ ઉપર ચઢી ગઈ. ચોકીદાર ચોંકી ઊઠ્યો: “આ શું કરશે?
ચૂપચાપ જરાય અવાજ ન થાય તે રીતે ચોકીદાર પણ વૃક્ષ ઉપર ચઢી ગયો. અને એ રીતે ગોઠવાઈ ગયો કે વનમાલા શું કરે છે, શું બોલે છે, બધું એ જોઈસાંભળી શકે. વનમાલા આકાશ સામે જુએ છે, બે હાથ જોડી તે બોલે છે: હે માતાતુલ્ય વનદેવીઓ, દિશા-દેવીઓ...આકાશમાર્ગે સંચરનારી દેવીઓ,
For Private And Personal Use Only