________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* ૬૫. વિજયપુરમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયપુર.
રમણીય બાહ્ય ઉદ્યાના
સંધ્યા સમયે શ્રી ૨ામ આવી પહોંચ્યા. તેમણે ન્યગ્રોધવૃક્ષની નીચે વાસ કર્યો, થાક્યાં-પાક્યાં સીતાજી તો આવતાંવેંત સૂઈ ગયાં. થોડો વખત લક્ષ્મણજી સાથે વાતો કરી રામ પણ નિદ્રાધીન થયા. લક્ષ્મણજી જાગતા બેઠા. એ એમની રીત હતી; જ્યારે શ્રી રામ અને સીતાજી નિદ્રાધીન હોય ત્યારે એ જાગતા રહે!
વિજયપુરના રાજાનું નામ મહીધર. વિજયપુરની મહારાણીનું નામ ઇન્દ્રાણી.
વિજયપુરની રાજકન્યાનું નામ વનમાલા.
વનમાલાનું રૂપ એટલે વિજયપુરમાં એના જેવું બીજા કોઈનું રૂપ નહિ. બ્રહ્માએ જાણે સૂર્યનો ગર્ભભાગ લઈ વનમાલાનું મુખ બનાવ્યું હતું! આકાશના નવલખ તારાઓમાંથી બે તારા એની આંખમાં ગોઠવ્યા હતા. એના સુંવાળા ચળકતા વાળ જાણે કાળા ભમ્મર વાદળામાંથી બન્યા હતા. આંખોની ભ્રમર પર જાણે વીજળી મૂકી હતી, દેહનો વર્ણ જાણે ચન્દ્રની ચાંદનીમાંથી નિર્માયો હતો.
વનમાલા જ્યારે નાની હતી, ચૌદ-પંદર વર્ષની ત્યારે તેણે લક્ષ્મણજીની પ્રશંસા સાંભળેલી: ‘લક્ષ્મણજીનું રૂપ એટલે વિશ્વમાં એમના જેવું બીજા કોઈનું રૂપ નહિ.’ તેણે મનમાં સંકલ્પ કરેલો: ‘આ જીવનમાં લક્ષ્મણજી જ મારા ભરથાર હો.’
પછી તો વર્ષો વીત્યાં. ત્યાં એક દિવસ વિજયપુરમાં સમાચાર આવ્યા: ‘અયોધ્યાપતિ મહારાજા દશરથે દીક્ષા લીધી તથા રામ-લક્ષ્મણે વનવાસ સ્વીકાર્યો.'
આ સમાચારથી મહીધર રાજાને વિષાદ થયો. વનમાલાના સંકલ્પને રાજા જાણતા હતા. ‘હવે મારી પુત્રીને લક્ષ્મણજી નહિ મળે.' લક્ષ્મણજીની કીર્તિપ્રશંસા મહીધર રાજાએ પણ સાંભળી હતી અને પોતાની પુત્રીના પતિ લક્ષ્મણજી થાય, એમાં રાજા પણ રાજી હતા. પરંતુ એમના વનવાસના સમાચારથી તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું.
તેમણે વનમાલા માટે બીજા સુયોગ્ય વરની તપાસ કરાવી.
For Private And Personal Use Only