________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
ભેદ ખૂલે છે દશરથ તેને જોતા જ રહ્યા. તેમના ચિત્તમાં ભારે હૃદ્ધ જામી પડ્યું. તેઓ ગહન ચિંતામાં પડી ગયા. “શું આ વૃદ્ધાવસ્થા દરેક મનુષ્ય માટે નિયત છે! હા, વૃદ્ધાવસ્થા કોઈને છોડતી નથી, પરંતુ કેવી આ અવસ્થા છે! કેવી કરુણાપાત્ર! શરીરની શિથિલતા, ઇન્દ્રિયોની શિથિલતા, મનની શિથિલતા, ન કોઈ કાર્ય કરી શકે, ન કોઈ મહાન પુરુષાર્થ થઈ શકે. બિચારો વૃદ્ધ કંચુકી... એના જેવી અવસ્થા મારી પણ આવવાની. પરંતુ એ પૂર્વે મારું એક અવશિષ્ટ સ્વપ્ન પૂર્ણ કરી લઉં... મોક્ષમાર્ગની ઉત્તમ આરાધના કરી લઉં... બસ, આ જગતમાં એટલું જ બાકી છે. જો એટલું થઈ જાય તો જીવન ધન્ય બની જાય; જીવનની સફળતા સાંપડી જાય. વળી, હવે આ સંસારમાં મારા માટે કયું કર્તવ્ય બાકી છે? અયોધ્યાના સામ્રાજ્યને સંભાળવા માટે રામ-લક્ષ્મણ તથા ભરત-શત્રુઘ્ન સમર્થ છે. મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે.'
અરે, આપ ખૂબ ઊંડા વિચારમાં પડી ગયા... જુઓ, આપના મુખ પર કેવી ઉદાસીનતા છવાઈ ગઈ. અહો, મેં અભાગિનીએ આપને ચિતામાં પટકી દીધા! બિચાર વૃદ્ધ કંચુકી શું કરે! આપે તો તેને સહુથી પહેલાં વિદાય કર્યો પરંતુ એનું શરીર જ એવું... એનો શો દોષ?' અપરાજિતાએ દશરથનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું. દશરથ અપરાજિતાના નિર્દોષ મુખ તરફ જોઈ રહ્યા.
નહીં દેવી, હું ચિંતામાં નથી. તમે મને ચિંતામાં નથી પટકયો: આ તો આ વૃદ્ધ કેચુકીના શબ્દો અને એની કાયાએ મને વિચાર કરતો કરી દીધો. ખરેખર, હવે તો આજ દિન સુધી નહિ કરેલ પુરુષાર્થ-મોક્ષ પુરુષાર્થ કરી લેવો જોઈએ. આ વિચાર આવી ગયો...'
અપરાજિતા પણ વિચારમાં પડી ગઈ; પરંતુ તેને કામ હતું. તેણે શાન્તિજલનો કળશ ઉઠાવ્યો અને સર્વ પુત્રવધૂઓને બોલાવી. સીતાની સાથે સહુ પુત્રવધૂઓ ઉપસ્થિત થઈ. અપરાજિતાએ પવિત્ર શાન્તિજલથી દરેકના માથે સિચન કર્યું અને કહ્યું: ‘ભગવંતના આ અભિષેકજલથી તમારું કલ્યાણ હો, અમંગલ દૂર હો.' સહુ પુત્રવધૂઓએ સહર્ષ અભિષેકજલને સ્વીકાર્યું અને કૃતાર્થતા અનુભવી.
મહારાજા દશરથ પોતાના આવાસગૃહમાં ગયા. પરંતુ ત્યાં તેમની સામે સર્વત્ર વૃદ્ધ કંચુકી જ દેખાવા લાગ્યો. તેને ભૂલી જવા માટે દશરથ પલંગમાં સૂઈ ગયા, પરંતુ તેમને નિદ્રા ન આવી, વૃદ્ધ કંચકીની કાંપતી કાયા દશરથને કંપાવી રહી હતી. તેઓ સૂમ ભયનો અનુભવ કરવા લાગ્યા. ગત જીવન પર તેમની દૃષ્ટિ ફરી વળી. સમગ્ર જીવન ભોગઐશ્વર્ય અને સત્તા-મહત્તાની મૂર્તિ સમું દેખાયું. પરંતુ એ મૂર્તિ પર સૌન્દર્ય ન હતું, શોભા ન હતી. એના પર એક
For Private And Personal Use Only