________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૭૫ સાધુ થઈ જવું એ જ શું મનુષ્યજીવનનું મહાન કર્તવ્ય છે?' જરૂર!” “તો શું તમારી પણ એ જ વિચાર છે? ઉદયસુંદર બનેવીની વાતને હાસ્યરસમાં ઝબોળી રહ્યો હતો.
કેમ નહિ? મારી પણ આંતરિક-ઇચ્છા સાધુ જીવનની જ છે!' વજબાહુએ ગંભીરતાથી પ્રત્યુત્તર આપ્યો. “તો પછી આટલી મોટી જાન લઈને શા માટે પધાર્યા હતા?' પિતાજીના અનુરોધથી.'
તો હવે તમને કોણ રોકે છે? શુભ કાર્યમાં વિલંબ ન કરવો! તમારા શુભ કાર્યમાં હું પણ સહાયક બનીશ!' ઉદયસુંદર મજાક ઉડાવવા માંડી. ‘ઉદયસુંદર, વિચાર કરીને બોલો છો ને?' “હા, હા!” જો જો હોં, ક્ષત્રિયનું વચન મિથ્યા ન થાય.” જરૂર! વજબાહુ રથમાંથી નીચે ઊતર્યો. જાણે માયાનગરીમાંથી બહાર નીકળ્યો! તેની પાછળ મનોરમા પણ રથમાંથી નીચે ઊતરી, ઉદયસુંદર અને પચ્ચીસ રાજકુમારો પણ કુમારની પાછળ ચાલ્યા. કોઈ વાજબાહુના વૈરાગી આત્માને ઓળખી શકયું ન હતું. મનોરમા પણ ઉદયસુંદર અને વજબાહુના વાર્તાલાપને કેવળ એક વાર્તા-વિનોદ માની રહી હતી.
એક રૂપસુંદરીને પરણીને પાછો ફરતો નવયુવાન રાજપુત્ર, એકાએક સાધુ બની જાય, તેની કલ્પના પણ કોને આવી શકે? બલકે આવા રંગરાગના મસ્તીભર્યા પ્રસંગે સાધુતાની વાત પણ કોઈ કરે તો હાસ્યાસ્પદ લાગે.
જગત જીવની બાહ્ય ક્રિયાઓ જોઈને જ જીવ માટે ઊંચીનીચી કલ્પના કરતું હોય છે, જ્યારે જીવની ક્રિયા કરતાં આંતરભાવ જુદા હોઈ શકે છે. પરંતુ તે આંતરભાવોને ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. એ જોવા માટે દિવ્યચક્ષુ જોઈએ. વજબાહું લગ્ન કરીને પાછો ફરી રહ્યો છે. જગત માટે આ પ્રસંગ રાગની મહેફિલનો કહેવાય. લગ્ન કરનાર રાગી જ હોય, જગત એમ માનતું હોય છે. ઉદયસુંદરે પણ એમ માની લીધું, પરંતુ વાજબાહુએ એની માન્યતાઓને ખોટી ઠરાવી.
For Private And Personal Use Only