________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
વર મુનિવર બને છે! ‘કુમાર, તમે જાણો છો આ પર્વતનું નામ શું છે?' વસંતાદ્રિ.” ઉદયસુંદરે પર્વતનું નામ કહ્યું!
ખરેખર, વસંત ઋતુ જ જાણે કાયમ અહીં વાસ કરતી હોય તેમ લાગે છે!' વજુબાહુએ વસંતાદ્રિના સૌન્દર્યને બિરદાવ્યું. ત્યાં એની દૃષ્ટિ એક નાના શિખર પર પડતાં તે ચમકી ઊઠ્યો. તેણે ઝીણી દૃષ્ટિથી જોવા માંડ્યું. એક મહામુનિને ધ્યાનસ્થદશામાં ઊભેલા જોયા!
બાલારવિનાં મૃદુ કિરણો મુનિવરના મુખ પર ક્રિીડા કરી રહ્યાં હતાં. મુનિવરનું મુખ તેજથી ઝળહળી રહ્યું હતું. જાણે શિવપુરનો માર્ગ જોતા ઊભા હોય તેમ તેમનો તપસ્વી દેહ શિખર પર શોભી રહ્યો હતો.
મેઘને જોઈને જેમ મયૂર નાચી ઊઠે! પદ્મને જોઈને જેમ ભ્રમર ગુંજારવ કરી ઊઠે! કુમાર વજુબાહુ, મુનિવરને જોઈને થનગની ઊઠ્યો. મુનિવરનાં ચરણોમાં વંદન કરી આત્માને અપૂર્વ આનંદથી ભરી દેવાના તેને કોડ જાગ્યા.
રથ થંભાવો...” કુમારે આજ્ઞા કરી. કેમ અચાનક?' અશ્વોની લગામ ખેંચી ઉદયસુંદરે પૂછ્યું. “અરે, જુઓ તો ખરા! સદ્ભાગ્યની બલિહારી! આવા અરણ્યમાં મહામુનિનાં દર્શન થયાં!”
ક્યાં છે?” ચારેકોર નજર કરતાં ઉદયસુંદરે કહ્યું. “જુઓ, વસંતાદ્રિના પેલા પશ્ચિમ તરફના શિખર પર,' કુમારે ઉદય સુંદરનો હાથ પકડી, લાંબો હાથે કરીને મુનિવરને બતાવ્યા. ઉદયસુંદરે મુનિને જોયા. તેણે વજબાહુને કહ્યું:
સાચી વાત છે તમારી.' “કેવા લાગે છે! જાણે કલ્પવૃક્ષ નહિ?' વજબાહુ એકીટસે મુનિવરને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હર્ષ સમાતો ન હતો. જેટલો હર્ષ મનોરમાની સાથે પાણિગ્રહણમાં નહોતો અનુભવ્યો તેનાથી કંઈ ગણો હર્ષ મુનિદર્શનમાં અનુભવ્યો. ઉદયસુંદર તો વાજબાહુને જોઈ હસી પડ્યો.
કેમ, આટલા બધા આનંદમાં? એક મુનિને જોઇ આટલો બધો હર્ષ?'
કેમ હર્ષ ન થાય? કેમ આનંદ ન ઊભરાય? એ મહાત્માએ ખરેખર પોતાના આત્માને ઉન્નતિની ટોચે પહોંચાડ્યો છે. આ મનુષ્યજીવનના મહાન કર્તવ્યને અદા કર્યું છે!”
For Private And Personal Use Only