________________
સંથારો પથરાઈ રહેવા આવ્યો હતો અને એટલે સંથારો અર્થો પથરાઈ રહ્યો હોવા છતાં સાધુઓએ “સંથારો પથરાઈ ગયો છે” એવો જવાબ આપી દીધો છે. એ જવાબ સાંભળીને વેદનાથી વિહ્વળ થયેલા તમે તરત જ ઊઠીને સૂઈ જવાની ઇચ્છાથી ત્યાં ગયા છો પણ સંથારો અર્થો જ પથરાયેલો જોઈને તમે આવેશમાં આવી ગયા છો. તમે બોલી ઊઠ્યા છો,
‘સંથારો જ્યારે પથરાઈ ગયો જ નથી ત્યારે તમે સંથારો પથરાઈ ગયો છે એવું કહી જ શી રીતે શકો?”
‘પ્રભુનું આ વચન છે કે કાર્ય કરાતું હોય ત્યારે થઈ ગયું જ કહેવાય.’ એક સાધુએ તમને આ જવાબ આપ્યો છે.
“ના. જે કાર્ય પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. બાકી કરાતા કાર્યને ‘થઈ ગયા” તરીકે જાહેર ન જ કરાય. જેમ કે ઘટવગેરે કાર્ય ક્રિયાકાળના અંતમાં જ થયેલું દેખાય છે, ક્રિયાકાળના પ્રારંભમાં નહીં. આ વાત બાળગોપાળથી આરંભીને સર્વજનને પ્રત્યક્ષ સિદ્ધ છે” તમે એ સાધુને જવાબ આપી દીધો છે.
‘તમે અર્ધા પથરાયેલા સંથારાને જોઈને ‘સંથારો અર્થો જ પથરાયેલો છે” એમ તો બોલ્યા જ છો ને? જો સંથારો બિલકુલ ન પથરાયો હોત તો તમે એટલું પણ ન જ બોલ્યા હોત. માત્ર સંથારો જેટલો પથરાયો તેટલો પાથર્યો જ છે. ઉપર પાથરવાનાં વસ્ત્રો બાકી છે. માટે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા પ્રભુનાં વચનોમાં કોઈ જ જાતનો દોષ નથી.'
પણ મુનિવર જમાલિ, એ સ્થવિર સાધુની એક પણ દલીલ સ્વીકારવા જ્યારે તમે તૈયાર થયા નથી ત્યારે તમારી સાથે રહેલા તમામ ૫૦૦ સાધુઓ તમને છોડીને પ્રભુ વીર પાસે પહોંચી ગયા છે.
એક વખત તમે ચંપા નગરીમાં આવી ચડ્યા છો કે જ્યાં પ્રભુ વીરનું સમવસરણ રચાયું છે. તમે સમવસરણમાં આવી જઈને પ્રભુને સંભળાવી દીધું છે કે,
હે જિન ! મારા સિવાય તમારા બીજા બધાય શિષ્યો છદ્મસ્થપણે જ વિચરી રહ્યા છે. પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોવાથી હું તો સર્વજ્ઞ બની ગયો છું.'
તમારા આ પ્રલાપ સામે પ્રભુ તો કાંઈ બોલ્યા નથી પણ ગૌતમસ્વામીએ તમને રોકડું પરખાવી દીધું છે કે “રે જમાલિ! આવું અસત્ય ભાષણ કરવાની તારે કોઈ જ જરૂર નથી. કારણ કે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે સ્કૂલના પામતું નથી. જો તું કેવળી બની ગયો હોય તો મારા પ્રશ્નનો જવાબ આપ. ‘આ લોક શાશ્વત છે કે અશાશ્વત? અને આ જગતના સર્વ જીવો નિત્ય છે અનિત્ય?'
જમાલિ, ગૌતમસ્વામીના આ પ્રશ્નનો તમે કોઈ જવાબ નથી આપી શક્યા અને છતાં ય તમે તમારા કદાગ્રહને પકડી જ રહ્યા છો. મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત લીધા વિના અને આલોચના-પ્રતિક્રમણાદિ કર્યા વિના જીવન પૂર્ણ કરીને તમે કિલ્બિષિક ભિંગી] દેવ તરીકે દેવલોકમાં ઉત્પન્ન થયા છો.
પ્રભુ, વસ્તુ માટેનો હઠાગ્રહ, વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ અને વિચાર માટેનો કદાગ્રહ, આ ત્રણેય પ્રકારના આગ્રહોમાંનો એકાદ પણ આગ્રહ મને તારાથી દૂર કરી દેવા પર્યાપ્ત છે એનો ખ્યાલ આવી ગયા પછી તારી પાસે હું એટલું જ માગું છું કે આગ્રહોને જન્મ આપનારું મન તું તારી પાસે જ રાખી દે.
૩૧