________________
स्तुत्या स्मयो न कार्यः।
- અધ્યાત્મસાર
બેડું પોતાને પાણીથી ભરી દેવા બદલ નળની ભલેને ગમે તેટલી પ્રશંસા કરે છે પરંતુ નળ એ પ્રશંસામાં જરાય લેવાઈ જતો નથી કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે બેડાને પાણી ભલે મારાથી મળ્યું છે પરંતુ મને તો પાણી ટોકી તરફથી જ મળ્યું છે. જો ટાંકીએ મારામાં પાણી વહાવવાની ઉદારતા ન કરી હોત તો બેડાને મારા તરફથી પાણી ક્યાંથી મળી શક્યું હોત? મુનિ! બની શકે કે તારી પાસે તપશ્ચર્યાની પ્રચંડ મૂડી હોય, સ્વાધ્યાયનો જબરદસ્ત વૈભવ હોય, મસ્ત લેખનકળા હોય, આકર્ષક વક્નત્વકળા હોય, હૃદય તારું પ્રેમાળ હોય, મન તારું સરળ હોય, સ્વભાવ તારો શીતળ હોય અને એના કારણે તારા પરિચયમાં આવનારા સહુ તારી દિલ દઈને પ્રશંસા કરતા હોય તો ય અમારે તને એટલું જ કહેવું છે કે એ પ્રશંસાથી તું તારા અહંને પુષ્ટ ન કરતો. એ સ્તુતિના શબ્દોથી તું ફુલાઈ ન જતો.
આદર-સત્કાર અને બહુમાનને તું તારી તાકાત કે તારી પાત્રતા સમજી ન બેસતો. કારણ? તારી પાસે જે પણ શક્તિ કે સંદ્રગુણો છે એ બધાય દેખાતા હોય ભલે તારામાં પણ એ બધા ય તને મળ્યા છે પ્રભુની અનંત કરુણાના પ્રભાવે ! તારામાં રહેલ શક્તિ કે સદ્ગુણો એ છે પાણીના સ્થાને. તું પોતે છે નળના સ્થાને.
જ્યારે ટાંકીના સ્થાને પ્રભુ છે. તારું અલ્પ પણ પુણ્ય કે મામૂલી પણ ગુણ એ પ્રભુની જ કરુણાનું ફળ છે એ બાબતમાં તું લેશ પણ શંકા ન કરતો. વાંચી તો છે ને શક્તિ-સદ્ગુણના કેન્દ્રમાં રહેલ પ્રભુની જ કરુણાને વર્ણવતી આ બધી પંક્તિઓ તે? ‘ઈતની ભૂમિ તુમહી આણ્યો' આ વાત કરી છે પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે. 'एकोऽपि शुभभाव: भगवत्प्रसाद लभ्यत्वात्' આ વાત કરી છે ઉપમિતિભવ પ્રપંચ ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિ ગણિ મહારાજે. 'भवत्प्रसादेनैवाहं इयतींप्रापितो भुवम्' આ વાત જણાવી છે વીતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે. આ તમામ વાતોનો સૂર એક જ છે. તારા જીવનમાં દુઃખ-દોષ કે દુબુદ્ધિનો જે પણ ઉકરડો છે એ તારું જ પોતાનું સર્જન છે તો તારા જીવનમાં સુખ-સગુણ-સદ્બુદ્ધિનો જે પણ બગીચો છે એ પ્રભુ તરફથી તને મળેલ ઉત્તમ ઉપહાર છે. કરવા દે બેડાંને જિગતને] નળની તારી] પ્રશંસા નળ [તારે] પોતાની ખોપરી ઠેકાણે જ રાખવાની છે.