________________
બાર પ્રકારની હિંસાઓ
છે. ભારતમાં આવા કપાયેલા બાળકનું માથું રૂ. ૧૩,૦૦૦નું નંગ મળે છે. જ્યારે બે પગની એક જોડી રૂ.૨,૬૦૦માં મળે છે. આખી લાશ રૂ.૨૧,૪૫૦માં મળે છે.
વળી જાપાનના ટોકિયો શહેરના ડૉ. શુઈ ચિરો પણ આ વાતને સમર્થન આપે છે. ટોકિયોના પ્રાકૃતિક વિજ્ઞાન સંગ્રહાલયના ડૉ. શુઈચિરો નાસતાકી કહે છે કે જ્યારે આ રીતે ભારતમાં બાળકોને કપાતાં મેં જોયાં ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો.
અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે બાળકોના વાલીઓ જ ઘણા કિસ્સાઓમાં સામેથી બાળકોને વેચી દે છે. વેચતી વખતે તેમને ખબર હોય છે કે તેમના બાળકની કતલ થવાની છે છતાં ગરીબી અને ભૂખમરાને કારણે પોતાને પણ પૂરું બે ટંક ખાવા મળતું નથી ત્યાં આ તાજા જન્મેલા બાળકનું પેટ કયાંથી ભરવું એમ માનીને વેચી દે છે. ત્યારબાદ કતલખાનામાં જેમ પશુઓ કપાય છે, તે જ રીતે એકસામટા જીવતા જાગતાં બાળકોને માનવ-દેહધારી રાક્ષસો છરાથી વેતરી નાંખે છે. પછી તેની ખોપરી, હાડકાં વગેરેની નિકાસ કરાય છે....!! આ છે આધ્યાત્મિક ભારતની વાત...!!
દર મહિને આ રીતે પંદરસો માસૂમ ભૂલકાંઓ કે જેમાં કેટલાંક તાજાં જન્મેલાં હોય છે તેની હત્યા કરવામાં આવે છે અને વર્ષે લાખોની સંખ્યામાં આ રીતે બાળકોની કતલ થાય છે.
મુંબઈના શિવસેનાના યુવા નેતાને આ અહેવાલની નકલ મળતાં તેને બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચરને પત્ર લખી આ અંગે પૂરેપૂરી હકીકત બહાર લાવવા વિનંતી કરી છે.
આ અખબારમાં એવી ચોંકવનારી વાત કહેવાય છે કે પહેલાં તો રડ્યાખડ્યાં બાળકોની હત્યા થતી, પણ હવે તો બાળકોને કાપવાનું કતલખાનું ખૂલ્યું છે. જ્યાં બાળકોની સામૂહિક ઘાતકી રીતે હત્યા કરી તેનાં અંગોની નિકાસ કરાય છે.
ગાયોની કતલ, કૃત્રિમ અછત અને માનવીય મૂલ્યો
– બટુક દેસાઈ દૂધનો ભાવ ટકાવી રાખવા અમેરિકા ૧૦ લાખ ગાયોને રહેંસી નાખશે. તેને રહેંસી નાખતાં પહેલાં તેના મોં પર ધગધગતા ડામ દેશે. રેમ્બોને દૂધના ઉત્પાદનમાં ૭ ટકાનો ઘટાડો કરવો છે. લોકોની જરૂરિયાત કરતાં દૂધનું ઉત્પાદન વધુ છે એવું