________________
બાર પ્રકારની હિંસાઓ
હવે તો ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી, હવા, પાણી અને માટીના કણેકણમાં આ ઝેરી વાયુની અસર થઈ ગઈ છે.
આ ૩૦ વરસમાં આ જંતુનાશક દવાનો ઉપયોગ ૧૬૫ ગણો વધી ગયો છે. ડી.ડી.ટી.ની ખપત દર વર્ષે ૭૫૦૦ ટનની છે.
વર્ષો પહેલાં સાબિત થઈ ચૂકેલું છે કે ડી.ડી.ટી.ને કારણે શરીરમાં કેન્સર થાય છે. છતાં એકેકથી ચઢિયાતી જંતુનાશક દવાઓની શોધ સતત થયા જ કરે છે. બી.એચ.સી, ડી.ડી.ટી.થી અઢી ઘણી ઝેરી છે. એની વાર્ષિક ખપત ૩૩,૦૦૦ ટન છે. મિથાઈલ પેરાથિયાન ડી.ડી.ટી. કરતાં ૨૦ ગણી વધુ ઝેરી છે. ૨.૪-ડી એની વાર્ષિક ખપત ૩,૦૦૦ ટન છે. જંતુનાશક દવાનો ઉપયોગ પણ આપણે ત્યાં છૂટથી થાય છે. હવે દુનિયા આખી જાણે છે કે આના ઉપયોગથી જમીન સાવ બિનઉપજાઉં, બની જાય છે. આ ૨.૪-ડી પાઉડરનો છંટકાવ “એજન્ટ ઓરેન્જ'ને નામે કરીને અમેરિકાએ વિયેટનામનાં લીલાંછમ વનોને સાફ કરી નાંખ્યાં હતાં. આ “એજન્ટ ઓરેન્જ' રસાયણો. એક લાખથી પણ વધુ માત્રામાં. વિયેટનામની ૧૩,૦૦૦ વર્ગ કિલોમીટર એટલે એની કુલ જમીનના ૪૦મા ભાગ પર, છંટકાવ કરવામાં આવ્યો હતો. જેને કારણે એટલી જમીન સાવ નકામી બની ગઈ હતી. આ ઈતિહાસ તો હજુ તાજો જ છે. વિયેટનામની ધરતી આ ૨.૪-ડીના વધુપડતા પ્રમાણને કારણે સાવ સૂકીભઠ્ઠ બની ગઈ. હવે એ જ ૨.૪-ડીનો છંટકાવ આપણે ત્યાં થવાથી આપણી જમીનની દશા કેવી થશે?
જંતુનાશક દવાનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે : (૧) પાક પર છંટકાવ કરીને, (૨) મલેરિયાના મચ્છરોને મારવા ઘરોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.
પછી નદી, તળાવ, સમુદ્ર, બરફ ને હવામાં આ જંતુનાશક ક્યાંથી પહોંચી ગયાં? કરચલા, સીલ, હેલ, પેંગ્વિન જેવાં પક્ષીનાં શરીરમાં એ કેવી રીતે પહોંચી ગયા? દૂધ, ઈંડા, માખણ, માંસ, માછલીમાં એ કેમ કરીને પહોંચી ગયાં ?
આ બધા સવાલોના જવાબો શોધ્યા છે અમેરિકાના બે માનવતાવાદી વૈજ્ઞાનિકોએ એમાંના એકનું નામ છે ડેવિડ પાઈમેટલ અને બીજાનું નામ છે કાલાઈવ એડવાડર્સ. વિશ્વવિખ્યાત “બાયોસાયન્સ' સામયિકમાં આમાંનો એક શોધનિબંધ છપાયેલો હતો. એમાં બતાવવામાં આવ્યું છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે જે હેતુ માટે છંટકાવ થાય છે તેમાં એક ટકો જ કામ આપે છે. ૯૯