________________
બાર પ્રકારની હિંસાઓ
આ સંસ્થાઓ ફળોની ખેતીમાં એટલા માટે રસ છે કે તેમના ગોરાઓને ફળોના રસ પીવા મળે! ના... એમ નથી. એમને રસ અનાજની ખેતીનો નાશ કરીને પ્રજાને ભૂખમરામાં સપડાવી દેવામાં પાકો રસ છે.
આ સંસ્થાઓને કતલખાના, મત્સ્યોદ્યોગ, મરઘા,બતકા, સસલાં કેન્દ્રો વગેરેમાં ગરીબોને રોજી આપવાના કારણસર રસ છે એવું રખે કોઈ માની લેતા.
એ તો ભારત જેવી અન્નાહારી પ્રજાને મોટા પાયે માંસાહારી બનાવવા માગે છે; જેથી તેઓને ઈસાઈ બનાવવામાં મોટા અવરોધરૂપ બનતો માંસાહાર-નિષેધનો પથ્થર દૂર થઈ જાય. જેથી હિન્દુત્વનો ભ્રશ થાય. જેથી ધર્મનો નાશ થાય.
એક બાજુ ખેતીને વધુ ને વધુ મોંઘી બનાવાતી જાય; બીજી બાજુ માછલાં વધુને વધુ સુલભ અને સસ્તાં બનતાં જાય પછી પ્રજાને માંસાહારી બનવામાં કેટલી વાર?
ખેત-ઉત્પાદનો હવે રોજ વધુ ને વધુ મોંઘા બની રહ્યા છે એટલે “ખેતી કરવાનું ભારતીય પ્રજા બંધ કરવા લાગશે. ખેતરો પાણીના મૂલે વેચવા કાઢશે. લાખો એકર જમીનો રશિયનો વગેરે ખરીદશે. તેમના રાક્ષસી ટ્રેક્ટરો, ફ્રેન્ચ કૂવાઓ વગેરેથી ચિક્કાર અનાજ ઉત્પાદન કરશે. બીજી બાજુ ઢોરો કપાતાં દૂધ ખતમ થશે. એટલે દૂધના પાવડરોની આયાત કરવી પડશે. આમ અનાજ અને દૂધ સ્થાનિક પ્રજાના હાથમાંથી ચાલી જતાં અને બીજી બાજુ હજારો કરોડ રૂ.ના દેવાનો ડુંગર ખડકાતાં સ્થાનિક પ્રજાઓ કાયમી ગુલામીના ભરડામાં ભીંસાઈ જશે.
મોંઘીદાટ ખેતી! મોંઘું અનાજ! ક્યાંથી ખરીદશે કોઈ ગરીબ અનાજ! અઢળક અનાજનું રશિયન ટ્રેકટરોથી ઉત્પાદન! લાખો મણ અનાજના ઢગલા!
હજારો ભૂખ્યા માણસોનાં તે ઢગલા પાસે જ મડદાં!
ઈથોપીઓ વગેરે આફ્રિકન-કાળાઓના દેશમાં ભેદી રીતોથી કારમો માનવસર્જિત દુકાળ ફેલાવાયો છે. એના ભરડામાં આ કાળી પ્રજા ભીંસાઈને દર વર્ષે લાખોની સંખ્યામાં મરી રહી છે. બિહારની પ્રજાની પણ એ જ હાલત છે.
એક સર્વે મુજબ રોજ ચાળીસ હજાર નાનકડાં બાળકો અને પચાસ હજાર મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો વિશ્વમાં માત્ર ભૂખમરાથી મરે છે.
ભૂખી માતાઓ, ભૂખ સહન ન થતાં પોતાનાં જ બાળકોને ભૂંજી નાંખીને તેમનું માંસ ખાઈ લે છે. ક્યારેક તેઓ પોતાનાં બાળકોને દસથી બાર હજાર રૂપિયામાં વેચી નાખે છે; જેના જુદાં જુદાં અંગોના એક લાખ ઉપર રૂપિયા બાળ-કસાઈઓ બનાવી લે છે.