________________
બાર પ્રકારની હિંસાઓ
કોડ છે એટલે આ માનવપ્રાણીનું તે વિદેશી ગોરાઓ સૌથી પહેલું નિકંદન કાઢશે. ત્યારબાદ સતત આડું ફાટતું, પુષ્કળ માનવબળ ધરાવતું ચીન તેમની નજરમાં છે. બીજા નંબરમાં ચીની માનવસંહાર તેમનું લક્ષ છે. હા, એ પછીના ક્રમે બૌદ્ધ અને હિન્દુ પ્રજાનું નિકંદન પણ તેમના મનમાં અભિપ્રેત તો છે જ. પરંતુ પહેલા બે માનવસંહાર કરતાં જ તેમનો ય જે સંહાર થશે તેથી તેઓ નબળા પડતાં હિન્દુ પ્રજાનો માનવસંહાર કદાચ ઊગરી જાય ખરો.
૬૯
જેઓ બીજાઓને બરબાદ કરવા માટેના નુસખા યોજે છે તે નુસખાઓને તેમની પોતાની ગોરી પ્રજા પણ અપનાવી લેવા જાય છે, એટલે તે પ્રજાને પણ પુષ્કળ નુકસાન થાય છે. ડ્રગ્સ વગેરે અ-ગોર પ્રજામાં જોરશોરથી ભલે પ્રસારાય પણ તે ડ્રગ્સનો ભોગ તે ગોરાઓ પણ મોટી સંખ્યામાં બન્યા વિનાના રહ્યા નથી. ખરેખર તો, તેઓ જ ખોદેલા ખાડામાં વધુ પટકાતા જોવા મળે છે. બીજાની એક આંખ ફોડવા નીકળેલાની બે ય આંખો ફૂટી રહી છે. આ બધું જોતાં અંતે તો એમ લાગે છે કે ગોરી પ્રજાનું ધાર્યું ગણિત બરોબર પાર ઊતરી શકવાનું નથી.
હાલ તો આપણે તેમના માનવ-સંહારના કેટલાક ભેદી અને ખૂબ જલદ માર્ગોને અહીં વિચારીએ.
વર્લ્ડબેંક વગેરેથી માનવસંહાર
માનવસંહારનું સૌથી મોટું કાર્ય વર્લ્ડ બેંક કરી રહી છે. આ બેંક દરેક દેશને તેવી જ -જંગી - મદદ આપે છે જેના દ્વારા તે દેશની પ્રજાની કોઈ ને કોઈ જીવાદોરી પૂરેપૂરી કપાઈ જાય. વિશ્વના કોઈ પણ કાતિલ શસ્ત્ર કરતાં ‘સહાય' સૌથી વધુ ભયંકર શસ્ત્ર છે. આ વર્લ્ડ બેંકની માનવસંહારની ભેદી યોજનામાં બીજી પણ કેટલીક સંસ્થાઓ કાર્યાન્વિત છે; જેમનાં નામો છે, યુનો, યુનેસ્કો, ફાઓ, હુ (WHO), નાટો વગેરે. કોઈ સીધી રીતે, કોઈ સહાયની ભેદી રીતે, કોઈ બ્રેઈન-વોશ કરીને, કોઈ નવું તૂત ઘાલી દઈને દરેક દેશની પ્રજાનો મોટો સંહાર કરી રહેલ છે. આ
સંસ્થાઓએ પ્રત્યક્ષ રીતે બધા દેશોને સહાય આપવા દ્વારા એવા તો દેવાદાર બનાવ્યા છે કે તેના બોજ નીચે તે પ્રજા કચરાઈને જ રહે. અંતે.. એ લોકો એ દેશનો દેવા પેટે કબજો લે. દેવું કરતાં ય વધુ નુકસાન તો તેમની ગોઠવાયેલી સહાયની કોઈ યોજનાની સુરંગ છે જે પ્રજાના શારીરિક, માનસિક, આર્થિક, ધાર્મિક વગેરે વિકાસને સર્વથા ઊથલાવી નાખે; પ્રજાને બરબાદ કરી દે.