________________
૬૪
બાર પ્રકારની હિંસાઓ
રહે છે. હાથનાં કર્યાં હૈયે વાગે છે! આ જ રીતે ગર્ભપાતમાંથી ઊગી ગયેલાં સંતાનો (કે પછી આજના સ્વાર્થી પવનની ઝપટમાં આવેલાં સંતાનો) પોતાના બુઢા કે રોગી, નકામા-માબાપોને ડેથ-ટ્યૂબ ચડાવી દઈને પંદર મિનિટમાં પતાવી નાખતા હોય છે! ઘોડીયાઘરથી ઘરડાઘરે..!
ગર્ભપાતથી ડેથ-ટ્યૂબના સથવારે! હાય! કેવી ભયાનક છે; આ સ્વજનહિંસા! મોક્ષલક્ષ તૂટી જતાં કેવું ભોગરસનું ઝેરી હવામાન ચોમેર ફેલાયું છે! સ્વાર્થ વિનાનો કયાંય સ્નેહ જણાતો નથી; દગા વિનાની ક્યાંય મૈત્રી જોવા મળતી નથી. ધર્મને ધક્કો લગાવી દઈને આપણે આપણા જ સુખશાંતિને ધક્કો નથી મારી દીધો શું? કૃતજ્ઞતા, વાત્સલ્ય વગેરે ગુણોને આગ લગાડી દઈને આપણે આપણી જ આબાદી અને સમૃદ્ધિને આગ નથી લગાવી દીધી શું ?
સ્વજનોની પારસ્પરિક ક્રૂર હિંસાઓની સામે પ્રાણીઓની હિંસા બહુ ગંભીર જણાતી નથી. માટે જ પ્રાણિમિત્રોએ, માનવતાવાદીઓએ સ્વજનોના પણ મિત્ર બનવું જોઈએ. તેમની તરફ માનવતાપૂર્ણ વ્યવહાર દાખવવો જોઈએ.