________________
બાર પ્રકારની હિંસાઓ
ધાર્યું હતું તે મુજબ આ ફિલ્મની વાહિયાત ટીકાઓ કરનારાઓનો રાફડો ફાટયો છે પણ તેઓ બધા, પડદા પર દેખાતી ભૂખરી રેખાઓ, સ્પષ્ટપણે ઓળખી શકાય એ રીતે માનવીની આકૃતિ છે. એક ચીલાચાલુ કાર્યની જેમ કાયદેસર રીતે એની હત્યા કરાય છે એવો આ ફિલ્મનો મધ્યવર્તી વિચાર છે, એ સમજી શકતા નથી.
અમેરિકાના પ્રમુખ શ્રી. રોનાલ્ડ રેગને પોતે આ ફિલ્મ બે વાર જોઈ છે અને એમને ગમી છે એમ કહે છે. (કોંગ્રેસના સભ્યો આ ફિલ્મ જુએ તો કદાચ તેઓ પણ ગર્ભપાતની આ કરૂણ ઘટનાઓનો તાકીદે અંત લાવવા હિલચાલ ઉપાડશે). બ્રિટનના સંસદ સભ્યોએ આ ફિલ્મ જોઈ હતી. ફ્રાન્સના ડેપ્યુટીઓની ચેમ્બરે પણ આ ફિલ્મ જોઈ હતી. સ્વિટ્ઝરલેન્ડમાં આ ફિલ્મ દર્શાવાઈ ત્યારે ત્યાં હુલ્લડો ફાટી નીકળ્યાં અને બેસ્લેમાં આ લ્મિ બતાવનાર ડો. નાથાનસનને પાછલે બારણેથી ખંડ છોડી જવો પડયો હતો. માડ્રિડની મેડિકલ સ્કૂલમાં ચાર હજાર વિદ્યાર્થીઓએ આ ફિલ્મ જોવા ઘસારો કર્યો હતો. અમેરિકામાં આ ફિલ્મ ટી.વી. પર દર્શાવાઈ પણ સ્વિટ્ઝરલેન્ડ ટી.વી. પર એ બતાવવાની સાફ ના કહી દીધી.
ટપાલમાં આ ફિલ્મ મંગાવવા માટેની જાહેરાતોમાં આ ફિલ્મને ટી.વી. પરની એક ખૂબ જ સ્ફોટક ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી છે.
ગર્ભપાતને કાનૂની મંજૂરી અપાઈ ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ સાડા છ કરોડ ભૂણોની હત્યા કરાઈ ચૂકી છે. (આ વાત ૧૦-૧૫ વર્ષ પહેલાંની છે)
નેશનલ એબોર્શન રાઈટ્સ એકશન લીગ (ગર્ભપાતના હકો સંબંધની રાષ્ટ્રીય લીગ)ના પ્રમુખ શ્રી નાતે કોકબર્ગે પણ એવો એકરાર કરવો પડયો કે હવે અમે બચાવની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ. મને લાગે છે કે અમારે માટે મુશ્કેલીના દિવસો આવ્યા છે.
ડૉ. બર્નાર્ડ નાથાનસનના જીવન વિષે જાણવાની જિજ્ઞાસા હોય તો એમના પુસ્તક “એબોટીંગ અમેરિકા' (૧૯૭૯)માંથી ઘણું મળી રહેશે.
તેઓ એક સફળ ગર્ભપાત-નિષ્ણાતના પુત્ર છે. અને યહૂદી ધર્મના હોઈ, યહૂદી ધર્મના સિદ્ધાંતોના પાલનના આગ્રહી એવા કુટુંબમાં એમનો ઉછેર થયોહતો. તેઓએ ૧૯૪૯ની સાલમાં તબીબની ડિગ્રી મેળવી.
ડૉ. નાથાનસન પોતે પણ ગર્ભપાત-નિષ્ણાત બનવા માગતા હતા, એમણે એ માર્ગ લેવાને બદલે ગાયનેકોલોજીસ્ટ રહેવાનું પસંદ કર્યું. ગેરકાયદેસર રીતે