________________
બાર પ્રકારની હિંસાઓ
૫૯
ગાળાગાળી વગેરેથી અત્યંત ભયાવહ બની જાય છે. કુટુંબમાં જેની ઉપર ચારે બાજુથી ત્રાસ ગુજારાતો હોય તેનું જીવતર ઝેર બની જાય છે, તેને મોત મીઠું બની જાય છે! આમાં ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રી જ વધુ માર ખાતી હોય છે.
સહનશક્તિ કેળવ્યા વિના કે ઘરમાં સમજણ આવ્યા વિના અહીં બીજો કોઈ ઉપાય નથી. કાં પોતાની ભૂલોને એ ખૂંખાર બનેલી વ્યક્તિ સમજે અને સુધરી જાય તો બધું ઠેકાણું પડે અથવા માર ખાતી વ્યક્તિ ખૂબ સહન કરતી રહીને સારા સમયની પ્રતીક્ષા કરતી રહે.
આ બધી સ્વજનહિંસા છે. આવા હિંસક વાયુમંડળમાં સાચા અર્થમાં ધર્મધ્યાન સંભવિત નથી.
પશ્ચિમનો નવો વાએલો ઝેરી પવન જેના ઘરમાં ઘૂસ્યો છે તેના ઘરમાં ગર્ભપાત અને ઘોડીયાઘરથી એક સાઈકલ શરૂ થાય છે જે ડેથ-ટ્યૂબ અને ઘરડાઘરે પૂરી થાય
પરિણીત સ્ત્રીપુરુષોને હવે સંતાનો ગમતાં નથી. કેટલાકો તો આ માટે સદા અપરિણીત રહીને પરિણીત-જીવનનાં બધાં સુખ હજારગુણાં કરીને ભોગવવાના વિચારો તરફ વળી ગયા છે. જેઓ લગ્નજીવનમાં પ્રવેશ કરે છે તેઓ લાંબા સમય સુધી નિઃસંતાન જીવન ઈચ્છે છે. આથી તેઓ ગર્ભપાતનો આશ્રય લે છે. ગર્ભ પરીક્ષણ દ્વારા જો ખબર પડે કે તેને બાળકી થવાની છે તો તો પ્રાયઃ તેનો ગર્ભપાત નક્કી કરાવી નાખે છે. (ભૂતકાળનો દૂધ પીતી કરવાનો રિવાજ કબરમાંથી પુનઃ બેઠો થયો છે.)
સંતાન ન જ જોઈતું હોય બ્રહ્મચર્યના રસ્તે જવું જ રહ્યું. પણ આ રીતે ગર્ભપાત - આર્થિક મુશ્કેલીઓના કારણે પણ – કરાવી શકાય નહિ. આના દેખીતા લાભો કરતાં ગેરલાભો પુષ્કળ છે. દૂરગામી પરિણામો ભયંકર છે. સમગ્ર આર્ય પ્રજાને પારાવાર નુકસાન થવાની અહીં પૂરી સંભાવનાઓ છે.
ગર્ભપાત દ્વારા પેટના બાળકની હિંસા એ કેટલી બધી ક્રૂરતાથી ભરપૂર હોય છે! તે અંગેની માહિતી રવિવાર તા.૨૮-૭-૮૫, પ્રતાપ (સાંજનું) દૈનિકમાં આવી છે; જે અક્ષરશ: નીચે પ્રમાણે છે :