________________
૫૮
બાર પ્રકારની હિંસાઓ
પત્નીને ગુલામડી સમજીને તેની સાથે તે રીતનો વ્યવહાર કરતા હોય છે. વારંવાર તેને ઢોર માર મારતા હોય છે. તે ય બિચારી! ખૂબ કંટાળે તો અગ્નિસ્નાન કે અન્ય રીતનો આપઘાત કરી નાંખતી હોય છે! આમ એનાં સંતાનોને રઝળતા મૂકી દેતી હોય છે.
ક્યારેક કોઈ સ્ત્રી પણ પોતાના પતિ સાથે અનુચિત વર્તાવ કરતી હોય છે. જો તે જરાક પણ નબળો હોય તો તેને સતત સતાવ્યા કરતી હોય છે, ધમકાવ્યા કરતી હોય છે. ક્રોધે ભરાઈને ગમે તેવાં પગલાં ભરી દેવાની ધમકી આપતી હોય છે. પતિના પૈસાની ચોરી કરતી હોય છે કે ચારિત્રથી ભ્રષ્ટ હોય છે. આવી સ્થિતિ તે પતિને અસહ્ય બની જતી હોય છે. ત્રાસવાદના આ ધીમા મોતે તે દરેક પળે મરતો જતો હોય છે.
આ રીતે પતિ-પત્ની ભેગાં મળીને ઘરનાં વડીલ બા, બાપુજી (સાસુ-સસરા)ને સતાવતાં હોય છે.
માબાપો પોતાનાં સંતાનોને મારપીટ કરતાં હોય છે. ઉશ્કેરાઈને પછાડતાં હોય છે, ડામ દેતાં હોય છે; નાગા કરીને અગાસીમાં ધોમધખતી વૈશાખી ધરામાં પૂરી દેતા હોય છે! જરાક તોફાન કરે, લેશન ન કરે તો તેમનું પૂરેપૂરું આવી બને છે. આથી ક્યારેક બાળકો ભાગી પણ જતાં હોય છે !
એમાં ય જો સાવકી મા હોય તો તો સાવકા દીકરા, દીકરીનું આવી બને છે.
જો પતિ-પત્ની છૂટાછેડા લે તો તેમનાં સંતાનોની હાલત એકદમ કફોડી બની જાય છે. તેઓ કોના? પપ્પાના કે મમ્મીના? મોટો સવાલ થઈ પડે છે. છૂટાછેડાની વિરુદ્ધમાં સૌથી મોટી વાત જો કોઈ હોય તો સંતાનોનાં રફેદફે થતાં જીવન અંગેની
ઘરડા સાસુ-સસરાને વહુ ક્યારેક ખૂબ ત્રાસ દેતી હોય છે. તેમને સરખું ખાવાપીવાનું ય દેતી નથી. કંટાળેલા વડીલો સતત મોતની રાહ જોતા હોય છે. રોજના વહુના મેણાંટોણાં તેમનાથી ખમાતાં નથી. આમાં જો દીકરો પણ એની બાયડીનો બની ગયો હોય તો તો માબાપોને જીવતું દોજખ જોવાનો સમય આવી જાય છે!
ક્યારેક આથી ઊંધું પણ બને છે. બધા ભેગા થઈને વહુને કૂટી મારે છે; અત્યંત ત્રાસ આપે છે. તેની કોઈ અણઆવડત કે તેની કોઈ શારીરિક ખામી, તેના દહેજની કોઈ બાબત તેની સતામણીનાં મુખ્ય કારણો હોય છે.
આમાંની કોઈ પણ બાબત જેના ઘરમાં હોય તેનું ઘર ઝઘડાઓ, બોલાચાલી,