________________
૨
બાર પ્રકારની હિંસાઓ
ઓ, અન્નહરીઓ! હવે ભૂંડના માંસના ખતરનાક પ્રચારથી કોઈ દોરવાશો મા! ગોવધ પ્રતિબંધ તો જરૂરી છે જ; પણ ભૂંડવધ પ્રતિબંધ પણ ખૂબ જરૂરી છે; નહિ તો તેના વધવાથી ભારતના કરોડો ગરીબ લોકો સહેલાઈથી માંસાહારી થઈ જશે. આ સિદ્ધિ મેળવવા માટે જ “ભૂંડ ઉછેરની યોજના તીવ્ર વગે આગળ વધી રહી છે - સત્તાધીશોના હૈયે ધર્મ વસ્યો હોય તો તેઓ જ સત્તાના જોરે આ આપત્તિનું નિવારણ કરી શકે.
પણ અફસોસ! ભારતના વડા પ્રધાનશ્રી કહે છે કે, “આવી વાતો સત્તાથી થઈ શકે નહી; એ માટે લોકમત ઊભો કરવો જોઈએ.'
રે! આ જવાબ સાંભળીને એમ કહેવાનું દિલ થઈ જાય છે કે તો પછી એવી પામર સત્તાનો તમે કેમ સ્વીકાર કર્યો? એ કરતાં લોકોમાં જ રહીને આ લોકશક્તિનો લાભ ઉઠાવીને લાખો સુંદર કાર્યો કયાં નો'તા થઈ શકતા? પણ અફસોસ! લોકમાં રહેલાને સત્તાની ખુરશી એવા કામ કરવા માટે જરૂરી લાગે છે, પણ ખુરશી ઉપર બેઠા બાદ, ટોળાંને અને પરદેશી-એજન્ટોને તથા ખુરશની લાલસાને આધીન બની જતાં આદમીને પોતાની લાચારી છુપાવવા માટે લોકશક્તિની મહાનતા કહેવી પડે છે!
સમર્થ અને સારા આત્માઓ સત્તાની ખુરશીને બદલે લોકહૃદયથી ખુરશી ઉપર બિરાજમાન રહે એ જ હવે તો ઉચિત લાગે છે!
લો, વાંચો સ્થળ : મુંબઈ સમાચાર
તારીખ : ૩૧-૧-૭૮ જો બ્રિટનના સિત્તેર લાખ ડુક્કરોને અનાજ આપવાનું બંધ કરવામાં આવે, તો ભૂખે મરતા ત્રીજા વિશ્વના દેશો માટે ૩૦ લાખ ટન અનાજનો અતિરિક્ત જથ્થો મળી શકે !
ઓફ્રેમની પબ્લિક બાબતોની સમિતિએ ત્રણ વર્ષ અભ્યાસ કરીને ચોંકાવનારાં વિધાનો કર્યા છે. દર વર્ષે બ્રિટનમાં ૨,૨૦૦ લાખ પાઉન્ડ (રૂ. ૧૮૯.૨ કરોડ)ની જબરજસ્ત કિંમતનું ખાવાનું બગડે છે !! આટલી કિંમતનો ખોરાક આખા ત્રીજા વિશ્વને માટે પૂરતો છે.
પોષણ માટેનાં મુખ્ય તત્ત્વો પ્રોટીન અને લોહતત્ત્વો તમામ પદાર્થોમાં લગભગ સમાન છે. ઈંડાં અને માંસ વધુ પ્રમાણમાં ખાઈ શકાતા નથી. પણ રોજના ખોરાકમાં એક લિટર દૂધ ઉમેરાય તો ૩૫ ગ્રામ પ્રોટીન વધારાનું મેળવી શકાય. દરેક માનવીને સરેરાશ દોઢ લિટર દૂધ મળે એવી પરિસ્થિતિ પેદા કરવી સહેલી છે. પણ દરેક માનવીને