________________
וד
બાર પ્રકારની હિંસાઓ
૨૫
વિટામિનો બનાવનારા દર વર્ષે હજારો વ્હેલ કે શાર્ક અને કોડ માછલીનું નિકંદન કાઢે છે. દવાની દુકાનેથી કોઈ ટોનિક ખરીદો અને તેના પર ઘટકોની યાદીમાં ‘લીવ૨ એકસ્ટ્રેક્ટ' લખ્યું હોય તો માની લેજો કે તેમાં ગાય-ભેંસ જેવા પ્રાણીનું લીવ૨ પીલીને તેનું ઘટ્ટ દ્રવ્ય પણ ભરેલું હશે.
યુરોપિયન લોકોને વ્હેલ (માછલી નહીં પણ જળચર પ્રાણી)નો શિકાર કરવાનો શોખ જાગ્યો તેમાં એટલાન્ટિક સમુદ્રની સેંકડો વ્હેલ વિના કારણે મરવા લાગી. સગર્ભા વ્હેલનું પેટ ચીરીને કાઢી લેવામાં આવતાં બચ્ચાં હવે બાળકોનાં રમકડાં બનવા લાગ્યાં છે.
ધ્રુવ પ્રદેશમાં થતા સીલ નામના પ્રાણીનાં બચ્ચાં દેખાવે સુંદર અને સ્વભાવે રમતિયાળ હોય છે. સીલ બચ્ચાંની ચામડીનું બજાર યુરોપ-અમેરિકામાં વિકસતું ગયું ત્યારથી શિકારીઓ સીલની શોધમાં આખો ધ્રુવ પ્રદેશ ફેંદવા લાગ્યા છે. સીલનાં બચ્ચાંને પકડી તેની ચામડી ઉતારવાની રીત પણ બર્બરતાભરેલી છે. નાના નાના ભૂલકાં જેવા સીલના માથામાં ફટકો મારી માથુ ભાંગી નાખી બેશુદ્ધ થઈ ગયેલા સીલને ચીરી તેની ચામડી કાઢી લેવાય છે.
ચામડું ઉપયોગમાં લેવા માટે જે જનાવરોની હત્યા થાય છે તેમાં વાઘ, સિંહ, ગેંડો, હરણ, ગાય, બળદ, સીલ અને સાપ મુખ્ય છે. ભારતમાં વાઘચર્મ ઋષિમુનિઓના આસનથી માંડીને ધનવાનોના દીવાનખંડ શોભાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ગેંડાનું ચામડું અને શિંગડાં મેળવવા આફ્રિકાનાં જંગલોમાં તેને ગોળીએ મરાય છે. એટલું જ નહીં, કેટલાક યુરોપિયન શિકારીઓ ગેંડાના શિકાર માટે નાના રોકેટ જેવા શસ્ત્રનો ઉપયોગ પણ કરે છે. ગેંડાના શિંગડામાંથી બનાવેલું વાસણ ઝે૨ને પ્રભાવહીન કરતું હોવાની માન્યતા તેમ જ તે કામોત્તેજક મનાતું હોવાથી ભારતમાં પણ ગેંડાનો શિકાર સદીઓથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેંડાના શિંગડાના ૭૦ થી ૮૦ હજાર રૂપિયા ઊપજે છે.
તન ઢાંકવા સુતરાઉ કાપડથી લઈને જાતજાતના સિન્થેટિક કાપડની અનેક વેરાયટી માનવજાતને ઉપલબ્ધ હોવા છતાં પ્રાણીઓની ત્વચા ઉઝરડી લઈ તેના વસ્ત્રો ૫હે૨વાનો શોખ નરી પશુતા જ કહેવાય ને !
યુરોપ-અમેરિકામાં બિલાડીની જાતિનું મિંક નામનું જંગલી જાનવર વિશેષ જોવા મળે છે. આ પ્રાણીની ઝીણી રૂવાંટીદાર ઘેરા તપખીરિયા રંગની ચામડીને ‘ફર’ કહે છે. આ ફર ખૂબ જ નરમ, મુલાયમ અને રેશમી સ્પર્શ ધરાવતું હોય છે. યુરોપિયન