________________
બાર પ્રકારની હિંસાઓ
૧૮૭
નહિ.
ક્રિયાત્મક બાહ્ય ધર્મથી જ ધર્મનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે, આપણે તેની અવગણના તો ન જ કરવી જોઈએ પણ તેનો મહિમા વધારવો જોઈએ, અન્યથા ફેલાઈ ગયેલા ભોગરસના ઝેરી પવનમાં આપણે ઝડપાઈ જઈશું. આપણો નાશ તો ભલે થાય; એની ચિંતા નથી પરંતુ ધર્મનો નાશ થઈ જશે આ ધર્મહિંસા થશે તો પ્રાણી દયા વગેરે દયાઓનું પાલન અસંભવિત બની જશે.