________________
૧૮૬
બાર પ્રકારની હિંસાઓ
કાશ! ભોગરસના ઝેર પાયેલા કાતીલ છરાએ આ ધર્મની ભારે મોટી કતલ કરી છે. જેનો કહેવાતા લાખો લોકો ધર્મવિમુખ બન્યા છે. હોટલો, કલબો, સિનેમાઓ,બ્લ્યુ ફિમ્સ, વગેરે તરફ ઝપાટાબંધ વળી ગયા છે. પૂર્વે તો ભોગમાં ય ત્યાગાદિનો ધર્મ જોવા મળતો હતો. આજે પણ જે કટ્ટર-ધર્મી વર્ગ છે તે તો લગ્નના દિવસે આયંબિલ કરે છે; પહેલી રાત પૂર્ણ બ્રહ્મચર્યથી પસાર કરે છે. કેટલાક પહેલો માસ કે પહેલું વર્ષ પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. એમને હનીમૂન-સ્થળ શોધવાનો સવાલ જ આવતો નથી. આવા કટ્ટરોથી જ આજે પણ ધર્મ ટકી રહ્યો છે.
તીવ્ર ભોગરસના જ આ બીભત્સ અને જુગુપ્સનીય સંતાન છે; જેમનાં નામો છે; ભ્રષ્ટાચાર, અનાચાર, માંસાહાર અને વ્યભિચાર. અનાથાશ્રમો, ઘોડીયાઘરો, ઘરડાઘરો, હોસ્પિટલો, કી-ક્લબો, સિનેમાઘરો, બિનધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ વગેરે પણ ભોગરસની તીવ્રતાની ચાડી ખાતા દેશના કુરૂપો છે.
ભોગરસની તીવ્રતાએ પ્રજાના સાચા સુખ, શાંતિ, આબાદીનું કેવું નિકંદન કાઢી નાખ્યું છે એ જોવું હોય તો જાપાન અને અમેરિકા તરફ નજર કરો. વિશ્વનો અતિ સમૃદ્ધ બનતો જતો જાપાન-દેશ અત્યારે વધુમાં વધુ હારાકીરી (આપઘાત)નો દેશ બન્યો છે. અમેરિકાની નવી પેઢીમાંથી અડધી નવી પેઢી પાગલપણાનો ભોગ બની છે. બેય ઠેકાણે ભોગના અતિરેકે ક્રમશઃ વડીલો તરફ તિરસ્કાર પેદા થતાં એમને આપઘાત કરવા પ્રેર્યા છે અને યુવાનો-યુવતીઓને “પાગલ' જેવી સ્થિતિમાં મૂકી દીધા છે. તેમણે દિશા ગુમાવી દીધી છે. ભોગાતિરેકથી કથળી ગયેલી શારીરિક અને માનસિક સ્થિતિને લીધે તેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા છે.
હવે સમજાય છે કે ભારત દેશ વધુપડતો સમૃદ્ધિથી છલકાતો દેશ બન્યો નથી તેના કેટલા બધા મીઠાં ફળો તેની પ્રજા આરોગી રહી છે!
ફરી કહું છું કે, ભોગરસની તીવ્રતાથી ત્યાગમય અને કષ્ટમય જૈનધર્મના બાહ્ય ક્રિયાકાંડ સ્વરૂપ દેહને ગાળો દેનારા કે તેની કડવી સમાલોચના કરનારા લોકોથી ભરમાશો નહિ, તેમનાથી દોરવાશો પણ નહિ. જેવો તેવો પણ ક્રિયાત્મક ધર્મ અને તેના સ્થાનોને ટકાવી રાખજો. અશુભ ક્રિયાઓ કૂદકે ને ભૂસકે વધી રહી હોય; તેના સ્થાનો પણ રોજ સવાર પડે અને ૫૦-૧૦૦ ઊભા થતા હોય તો તેમની સામે ધર્મરક્ષા માટે શુભ-ક્રિયાઓ અને તેના સ્થાનોનો મારો ચાલુ જ રાખવો જોઈએ : વધારવો જોઈએ. હા. તેમાં જે કાંઈ મરામતાદિની જરૂર હશે તે આપણે અંદરમેળે સમજી લઈશું. પણ પેલા હિંસકોની વાતમાં તો આપણે કદી ફસાઈ જવું