________________
૧૭૬
બાર પ્રકારની હિંસાઓ
અમુક દોષને કા૨ણે જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીને બાર વર્ષના ગુપ્તવાસાદિનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેને વહન કરતાં સાત વર્ષ વીતી ગયા. તે વખતે સંઘને તેમની ઉપસ્થિતિ ખૂબ જરૂરી જણાઈ. આથી તેમનું પ્રાયશ્ચિત ટુંકાવીને તેમને સંઘમાં પ્રગટ રીતે આવી જવાનું જણાવ્યું; જેનો પૂજ્ય સૂરિજીએ અમલ કર્યો.
સ્થૂલભદ્રજીને પેદા થયેલા અહંકારને કારણે પૂજ્ય ભદ્રબાહુસ્વામી જે દસ પૂર્વથી આગળનું શ્રુત ભણાવવાનું બંધ કર્યું; ત્યારે શ્રીસંઘના આગ્રહ આગળ નમતું જોખીને સૂરિજીએ સ્થૂલભદ્રજીને શેષ ચાર પૂર્વે (સૂત્રથી) આપ્યા.
જ્યારે મંત્રીશ્વર વાગ્ભટ્ટે તીર્થાધિરાજ શ્રીશત્રુંજયના મુખ્ય જિનાલયનો સ્વદ્રવ્યે જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે ભમતીમાં પવન ભરાતામાં તે જિનમંદિર તૂટી પડતાં તેમણે ફરીથી ભમતી વિનાનું જિનમંદિર નિર્માણ કરવાનો શિલ્પીઓને આદેશ કર્યો. પણ આવું જિનમંદિર નિર્માણ કરાવતાં મંત્રીશ્વરનો વંશવિચ્છેદ થવાની આપત્તિ માથે તોળાઈ જે શ્રીસંઘને જરાય મંજૂર ન હતી. આથી શ્રીસંઘે તેમને વિનંતી કરી કે, “બીજી વારનું નિર્માણ કાર્ય અમને સકળ શ્રીસંઘને તમે સોપો.'' તરત વાગ્ભટ્ટ બોલ્યા, “શ્રીસંઘે તો મને આજ્ઞા જ કરવાની હોય, વિનંતી કદાપિ નહિ. શ્રીસંઘની આ આજ્ઞા મને સર્વથા મંજૂર છે!’’
શ્રીસંઘની અપૂર્વ મહાનતાને નજરમાં રાખીને વજ્રાસ્વામીજીએ પર્યુષણ-પર્વ દરમ્યાન બૌદ્ધ રાજા વડે રોકાવાયેલી જિનભક્તિ (પુષ્પપૂજા) શરૂ કરાવી હતી. લાખો પુષ્પો તેઓશ્રીએ મેળવી આપ્યા હતા.
જિનશાસનના જબરદસ્ત પ્રભાવક શ્રાવક (પરમાર્હત્) ગૂર્જરેશ્વર કુમારપાળ ઉપર આવેલા લૂ લાગી જવાના મરણાંત કષ્ટને કલિકાલસર્વજ્ઞ ભગવંતે ટાળી દીધું હતું.
તરણતારણહાર તીર્થંકરદેવો જ્યારે વિશ્વમાત્રનું હિત સાધતા ધર્મતીર્થને જિનશાસનને પ્રવર્તાવે છે ત્યારે તેના સંચાલક તરીકે આ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. બેશક; આ સંઘે પણ જિનશાસન નામની જે વિશ્વકલ્યાણસર સંસ્થા છે તેનું સંચાલન દ્વાદશાંગી સ્વરૂપ જિનાજ્ઞાને સંપૂર્ણપણે વફાદાર રહીને જ કરવાનું છે. ક્યારેક તેમાં પરિવર્તન પણ કરવું પડે તો ગીતાર્થ સાધુઓ શાસ્ત્રાનુસારી પરિવર્તન જરૂર કરે છે. પરંતુ માત્ર સમયાનુસા૨ી કે લોકાનુસારી પરિવર્તન કદી થઈ શકતું નથી.
આ શ્રીસંઘ દ્વિવિધ નથી પરંતુ શ્રાવક અને શ્રાવિકાને લઈને ચતુર્વિધ છે એ