________________
બાર પ્રકારની હિંસાઓ
૧૫૭
વિચારહિંસા
(૬)
કદાચ દયા, નીતિ, સદાચાર વગેરેની આર્ય સંસ્કૃતિની હત્યા થશે; પ્રજા નિર્દય અનીતિમાન અને દુરાચારી, માંસાહારી અને ભ્રષ્ટાચારી બની જશે તો ય જો સંસ્કૃતિના વિચારો જીવંત રહેશે તો ફરી પાછું સંસ્કૃતિનું જીવન જીવંત બની જશે. આ કારણે સંસ્કૃતિહિંસા થાય તો ય તેના ઉચ્ચતમ વિચારોને તો જીવંત રાખવા જ જોઈએ. એ ઊગરી જશે તો ઘણું કામ થઈ જશે. આથી જ સંસ્કૃતિહિંસા કરતાંય વિચારોની હિંસા વધુ ભયાવહ ગણી શકાય.
હાલમાં સંસ્કૃતિની હિંસાના કાર્યક્રમની સાથે, વધુ જલદ રીતે વિચારોની હિંસાનો કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. વિદેશીઓએ ભારતીય જ્ઞાનતંતુઓ ઉપર આક્રમણ કરવા દ્વારા જે ‘બ્રેઈન-વોશ’નો કાર્યક્રમ અપનાવ્યો છે તે ખૂબ જ ભયાવહ છે.
દરેક દેશની પ્રજાની જીવાદોરી સમાન પોતાના સાંસ્કૃતિક વિચારો છે. એ જ એવું બિયારણ છે જે બિયારણ તો જીવતું રહેવું જ જોઈએ. ભલે કદાચ છોડો અને વૃક્ષો (હૃદય વગેરે) નાશ પામી જાય.
આજે તો બીજરૂપી દ્રવ્ય બિયારણ અને વિચારોરૂપી ભાવ બિયારણપરદેશમાં ખેંચાઈ રહ્યાં છે કે સ્વદેશમાં જ સડાવીને ખતમ કરાઈ રહ્યાં છે.
ય —
સોલેનિત્ઝિન નામના રશિયન ચિન્તકે સાચું કહ્યું છે કે, “અત્યારનો પવન એવો ફુંકાઈ રહ્યો છે કે તે પવનમાં સંતો અને સજ્જનો સદાચાર-પાલનનો આગ્રહ રાખે તો કોઈ સ્વીકારે તેમ નથી. એટલે તેમ કરવા કરતાં પોતાની પ્રાચીન પરંપરાઓમાં કેવા સદાચારો હતા! સદાચાર કેટલી સુંદર વસ્તુ છે! કયા લોકોએ કયા સદાચારો પાળ્યા હતા! વગેરે વાતો જ સર્વત્ર કરતા રહેવી જોઈએ. આ રીતે જો સંસ્કૃતિના વિચારોને જીવંત રાખવામાં આવશે તો કાલ સારી આવતાં (આવશે જ.) ફરી એ વિચારો પ્રજાકીય જીવનના આચારમાં ઊતરવા લાગશે. બિયારણ બચાવીને રાખ્યું હશે તો આ દુકાળના વર્ષમાં નહિ; પરંતુ આગામી સુકાળના વર્ષોમાં