________________
બાર પ્રકારની હિંસાઓ
૧૩૯
અને આત્મશ્રદ્ધા વધી ગઈ હતી. પરંતુ આ તે કેવો સમાજ, જ્યાં સત્તર વર્ષની, હાઈસ્કૂલમાં ભણતી છોકરીને પણ આવાં સલામતીનાં પગલાં લેવાં પડે?
વધુમાં યુવાન બાલિકાઓમાં ગેરકાયદે ગર્ભાધાનનું પ્રમાણ તો અત્યંત ભારે થઈ ગયું છે. અમેરિકામાં પંદરથી ઓગણીસ વર્ષની દર એક હજાર યુવતીઓમાંથી છનું છોકરીઓને ગર્ભ રહ્યો હોય છે. લગભગ દસ ટકાનું આ પ્રમાણ ખૂબ જ ઊંચું છે. ઈંગ્લેંડમાં આ પ્રમાણ પિસ્તાળીસનું છે, કેનેડામાં ચુંમાળીસ, ફ્રાંસમાં વેંતાળીસ અને હોલાન્ડમાં હજારે ફક્ત ચોદનું છે.
જાતીય શિક્ષણ બાબત મતભેદ હોવાથી અને ગર્ભાધાન થયા બાદ સાચી સલાહ મળવામાં વિલંબ થવાથી આ યુવતીઓ ગર્ભપાત કરાવવામાંથી પણ રહી જવાના બનાવો વ્યાપક છે. સંતતિ-નિયમન અંગે પણ આ છોકરીઓને ખાસ જ્ઞાન નથી હોતું.
એ સિવાય કાળા નાગરિકો પ્રત્યે અમેરિકામાં ભેદભાવ રખાતો હોવાથી તેની અસર પણ સમાજ ઉપર પડે છે. આ લોકો સમૃદ્ધિની છોળો વચ્ચેય ગરીબીમાં અને બેકારીમાં સબડે છે. તેઓનો વિસ્તાર પણ જુદો હોય છે. કાયદાઓ થયા છે કે કાળાગોરા એક સમાન, પણ વ્યવહારમાં એવું નથી. જેમ ભારતમાં હરિજનનું છે તેમ જ. આ કાળા યુવાનો બેકાર હોય છે એટલે ગુનેગારી તરફ વળે છે. તેઓ પોતાના વિસ્તારમાં પણ ડ્રગ, દારૂ, જુગાર, વેશ્યાગીરી, બળાત્કાર, લૂંટફાટ, ખુનામરકી વગેરે અનેક ગુનાઓ આચરતા હોય છે. હાઈસ્કૂલમાં પણ કાળા યુવાનો પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરતા નથી બેંતાળીસ ટકા જેટલી વિદ્યાર્થીઓ પૂરાં બાર વરસનું શિક્ષણ લેતા નથી,, વચ્ચેથી જ છોડી દે છે.
શહેરમાં ગલીના ખૂણેખૂણે ડ્રગનો વેપાર ચાલતો હોય છે. લાખો યુવાનો આ બદીમાં પડેલા હોય છે. જેની અસર શાળાઓમાં પણ થાય છે. ત્યા પણ ડ્રગની લેતીદેતી ચાલે છે. પોલીસ જેમ ગુનેગારોને પકડે છે તેવી જ રીતે ઠીક લાગે ત્યારે શાળામાં પણ ઘૂસીને ગુનેગાર વિદ્યાર્થીઓને ઉઠાવી જાય છે. જ્યાં સુધી સમાજ સુધરે નહિ ત્યાં સુધી શાળામાં કેમ સુધારો થાય? આવું જ હથિયારનું છે. આપણી ભીંડીબજાર કે નળબજારમાં જેમ છુરાચાકુઓ મળે છે તેમ તે ન્યુયોર્કમાં પણ તેની અનેક દુકાનો છે. વળી જેઓ ડ્રગના ધંધામાં દલાલી કરે છે તેવા વિદ્યાર્થીઓને સેટરડે નાઈટ સ્પેશિયલ જેવી કાતિલ પિસ્તોલ ફક્ત છસો રૂપિયા જેવી રકમમાં આ ડ્રગવાળા જ આપતા હોય છે. અમેરિકામાં આટલાં નાણાં એટલે પચાસ ડૉલર જેવી