________________
૧૩૮
બાર પ્રકારની હિંસાઓ
પણ ઝઘડે છે. ઘણેભાગે જાતીય દંગલ જેવા આ ઝઘડા હોય છે અને ત્યારે કાળાગોરાની પાર્ટીઓ બની જાય છે. હથિયારવાળાઓ આગળનો મોરચો જાળવે છે. મારામારી પછી કોણે કોને માર્યો એ યાદ રાખીને ઘાયલ કિશોર ઘરે જઈને મોટાભાઈ, બેન કે કયારેક બાપને બોલાવીને પેલાને અધવચાળે પકડીને પણ ઠમઠોરે છે. આને લઈને હથિયાર રાખવાનું વાજબી કારણ મળી જાય છે.
આ સિવાય કિશોરોને લૂંટી લેતા ચોર-લબાડ લોકોની સામે રક્ષણ કરવાની પણ કયારેક જરૂર પડે છે. આ લોકો કિશોરો પાસેથી પૈસા, ઘડિયાળ કે ઘરેણું હોય તો ચીલઝડપ કરી જાય છે. મોટી ઉંમરના છોકરાઓ સ્ત્રીમિત્ર સાથે ફરવા નીકળે અને કોઈ અદેખો સહવિદ્યાર્થી પોતાની સ્ત્રીમિત્રને આંચકી ના જાય તે માટેય હથિયાર રાખવાનું ઉચિત માને છે
રાજકીય નેતાઓ ઘણી સુફિયાણી વાતો કરતા હોય છે. વિદ્યાર્થીઓ ઉપર કડક શિસ્ત લાદવાની વાતો કરે છે પણ તેમને ગુનેગારોથી ખદબદતા સમાજથી રક્ષણ આપવાનું સગવડપૂર્વક ટાળે છે. ન્યુયોર્કની ગુનેગારીને નાથવા માટે કડક સજાઓ અને વધુ જેલો કરવી જોઈએ એમ કહેનારાઓ મૂળને તો નાથવા માગતા નથી. ન્યુયોર્કનો સમાજ એવો તો ખદબદી ગયો છે કે અમેરિકાના અન્ય પ્રદેશોમાંથી આવેલાં પોતાના બાળકોને ‘દેશ'માં મોકલી દે છે. ત્યાં ભણી કરીને યુવાન થાય ત્યારે જ તેમને ન્યુયોર્ક બોલાવે છે, જેથી તેઓ ક્ષીરનીર ન્યાય કરી શકે અને પોતાની જાતને અળગી અને સલામત રાખી શકે.
કુટુંબ અને સમાજની કેવી અસ૨ કિશોરોના મનમાં થાય છે તેનું એક જ્વલંત ઉદાહરણ છે. એક પિતા પોતાની પત્નીને દારૂ પીને રોજ ફટકારે, જુગારમાં હારીને આવે ત્યારે પણ મારે. તેમના યુવાન બાળકને આનો ખૂબ જ ગુસ્સો, પણ લાચાર. એક દિવસે કોઈકે તેને છરી આપી, તેણે ખિસ્સામાં રાખી અને સલામતીની ભાવના તેનામાં ઊગી તે તેને ગમ્યું. પિતાને મારવાની ઈચ્છા થાય પણ ડર લાગે અને તેનું મન ભારે તાણ અનુભવે. તે શાળામાં ગેરહાજર રહેવા લાગ્યો. પછી ડ્રગ લીધાં. એક વાર ઝઘડો કરીને બીજા વિદ્યાર્થીને છરી ભોંકી દીધી. શિક્ષકને તેણે કહ્યું કે પિતાને મારવા રાખેલી છરીથી તેમને ના મારી શક્યો એટલે અહીં વપરાઈ ગઈ.
એક બીજી સત્તર વર્ષની વિદ્યાર્થિનીને તો તેના પિતાએ જ એક પિસ્તોલ આપી રાખી હતી. કોઈ તેના ઉપર બળાત્કાર કરે કે હુમલો કરે તો સ્વરક્ષાર્થે વાપરવા માટે, આ હથિયાર જ્યારથી તેણે રાખ્યું હતું ત્યારથી તેનામાં સલામતીની ભાવના