________________
૧૨૬
બાર પ્રકારની હિંસાઓ
પૂર્વેનો બાકી રહ્યો છે તેનો છેલ્લે છેલ્લે જાગેલો – બહુ મોડો પડી ગયેલો – હું ઉત્કૃષ્ટ કોટિનો ઉપયોગ કરું, થોડાક પ્રયત્નોમાં મોટું પરિણામ પામું, હું નહિ તો કાંઈ વાંધો નહિ, મારી ભાવિ પેઢીઓ મારાં વાવેલાં ઝાડનાં ફળો આરોગે તો ય વાંધો નહિ એવી કોઈ કલ્પનાથી તપોવનનું એક માંડલું બનાવવાની વાત મેં વિચારી છે. આ વાતને સારી રીતે સમજવા માટે મહામુનિ મેઘકુમારનો હાથી તરીકેનો પૂર્વભવ આપણે જોવો પડશે. તે ભવમાં તેણે વનમાં થતા વારંવારના દાવાનળથી સુરક્ષા પામવા માટે તેણે એવું વિરાટ ગોળાકાર માંડલુ બનાવ્યું હતું કે જેની અંદર એક વૃક્ષ તો શું? પણ નાનું તણખલું ય શોધ્યું ન જડે. રોજ થોડું થોડું ખોદીને તેણે આ કામ પૂરું કર્યું હતું. એક વખત દાવાનળ પ્રગટ થયો – આખા વનમાં એ ફેલાતો ગયો. તે વખતે આ હાથી પોતાના માંડલોમાં વચ્ચોવચ્ચ આવીને ગોઠવાઈ ગયો. એને આજે પોતાનાં કરેલાં કાર્ય બદલ ભારે સંતોષ હતો.
પણ એની જેમ બીજાં સેકંડો પ્રાણીઓ એ વિરાટ માંડલામાં પ્રાણ બચાવવા માટે ધસી આવ્યાં. એ તમામ એ દાવાનળથી ઊગરી ગયાં. દાવાનળ શાંત થતાં સહું ત્યાંથી હાશકારો અનુભવીને વિખરાયાં.
મારી કલ્પનાનું તપોવન એટલે હાથીનું આ માંડલું. એમાં પ્રવેશે તેને કોઈ આગ દઝાડે નહિ. એનો વાળ વાંકો થાય નહિ. એનો માનવ-જન્મ સફળ થાય. એ સ્વધર્મનો પાલક બને. એ “માણસ” તો બને જ; પણ કદાચ એ મર્દ (શૌર્યવાન) પણ બને.
આ તપોવન એટલે સંસ્કારધામ. અહીં પશુ અને માણસ વચ્ચેની જે ભેદરેખા છે; “સંસ્કાર” છે તેના દ્વારા જ માનવભવ પામેલા જીવોને પશુ બનતા અટકાવીને માણસ બનાવાય. આજના શિક્ષણથી ડૉક્ટર, વકીલ, શિક્ષક, પ્રધાન વગેરે બની શકાય છે આજનું મેકોલે ઢાંચાનું શિક્ષણ તેમને માણસ નથી બનાવી શકતું, “મર્દ બનવાની તો વાત જ ક્યાં રહી? લાખો, કરોડો શિક્ષણ સંસ્થામાંથી બહાર નીકળી ગયેલા જીવોને તમે જુઓ, તેમની ભીતરમાં તમે ડોકિયું કરો. તમને પ્રાયઃ ક્યાંક જ “માણસ” જડશે. “માણસ” નહિ એવા ડૉક્ટરો, શિક્ષકો, વકીલો, પ્રધાનોએ તો આ દેશ અને પ્રજાને, તેની જીવાદોરી-સંસ્કૃતિને ખતમ કરી નાખ્યાં છે. ડૉક્ટર બનવું કે માણસ? આપણી પસંદગી પ્રથમ તો “માણસ” બનવા તરફ જ હોવી ઘટે.
તપોવન-સંસ્કારધામમાં ભલે આજનું શિક્ષણ અનિવાર્યપણે – ન છૂટકે – આપવું પડે, પણ મુખ્યત્વે તો ત્યાં સંસ્કરણ જ કરવાનું છે; થાય કે ન થાય પરંતુ આ બાબતો આપણા ધ્યાનમાં તો રહેવી જ જોઈએ. સદાકાળ આ જગત આટલું