________________
બાર પ્રકારની હિંસાઓ
૧૨ ૫
તપોવનમાં માહિતીનું શિક્ષણ લીંબડા નીચે બેઠાં-વાતો કરતાં કુલપતિશ્રી આપી દેતા અને ઉપર જણાવ્યું તેમ બાળકોને મૂલ્યનિષ્ઠ બનાવતા. હા, એની સાથે જેની વંશપરંપરાનો જે વ્યવસાય હોય તેય બાળકોને ત્યાં શીખવા મળી જતો. તે સમયે ડિગ્રીલક્ષી શિક્ષણ તો હતું જ નહિ. બાકી વય થઈ જતાં તમામ કોમના દરજીઓ. મોચીઓ, વણકરો, વેપારીઓ, વાનપ્રસ્થ તપોવનમાં રહેવા આવી જતા. દરજીનાં બાળકોને વાનપ્રસ્થ દરજીઓ કપડાં સીવતાં શીખવી દેતા. મોચીનાં બાળકોને વાનપ્રસ્થ મોચીઓ જોડા બનાવતાં શીખવી દેતા. એકબાજુ લોહીમાં જ અનુવંશથી પોતાના બાપીકા ધંધાના સંસ્કાર ઊતરેલા હોય એટલે બીજી બાજુથી તેનું જ્ઞાન મેળવી લેતાં તે બાળકોને શી વાર લાગે? એ કાળમાં જેમ વર્ણસાર્ય થતું નહિ તેમ વૃત્તિ (ધંધો)નું પણ સાંકર્ય થઈ શકતું નહિ.
અહીં કરુણાની ભાવના વરસી રહી છે. એવો મારો આત્મવિશ્વાસ દેનંદિન વધતો જાય છે. આ બે વસ્તુ પણ એમની કૃપાથી જ મને મળશે. હા, જો નિયતિને જ આવી વિરલકક્ષાની કાર્યસિદ્ધિ મંજૂર નહિ હોય તો આખી વાત બદલાઈ જાય છે. પણ એ બધી વાત હું આ પુસ્તકના અંતમાં કરીશ. હાલ તો એટલું જ ઈચ્છું છું કે મને નીરોગી અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાઓ. બસ, બાકીનું બધું હું ફોડી લઈશ. હવે મારી સ્વપ્નસૃષ્ટિના તપોવનની હું રૂપરેખા આપું.
મને લાગે છે કે ગોરાઓએ પોતે પોતાના દ્વારા તૈયાર કરેલા દેશી-ગોરાઓએ તથા તેમણે વાવેલાં ઝેરી બીજના હવે બની ગયેલા તોતિંગ વડલાઓએ આર્યમહાપ્રજાનાં તમામ મૂલ્યોનું માત્ર અવમૂલ્યન જ નથી કર્યું પરંતુ તે મૂલ્યોને મરણતોલ હાલતમાં છેલ્લા શ્વાસ ખેંચવા સુધીની હાલતમાં મૂકી દીધાં છે. પ્રગતિ, વિકાસ વગેરે જે કંઈ થયું છે તે બધું આ મહાપ્રજાનાં દુઃખો, દોષોની બાબતમાં થયું છે. આ મહાપ્રજાની સમૃદ્ધિ લૂંટાઈ છે, આબાદી નંદવાઈ છે અને ગુણસંપત્તિ લગભગ નામશેષ કરાઈ છે. હા, છતાં નિરક્ષરોમાં, ગ્રામજનોમાં અને ગરીબોમાં હજી પણ તે ગુણવૈભવના અવશેષો જ નહિ પણ ક્યાંક તો મહાલયો જળવાઈ રહેલા જોવા મળે છે. જે કોઈ મારા હૈયે આશાવાદ છે તે તપોવનના ખેતરમાં જ છે. આ અંગેની વિસ્તૃત વાતો મેં મારા અન્ય પુસ્તકોમાં કરી છે.
હવે જ્યારે ચારે બાજુ આગ લાગી ગઈ છે, જ્યારે અસ્તિત્વનો જ જંગ (struggle for existance) ખેલી નાંખવાનો છે, જ્યારે મરણી બનીને કેસરી કરી દેવાનો સમય ખૂબ નજીકમાં આવી ગયો છે ત્યારે જે કાંઈક પણ થોડોક સમય મોતની પળ