________________
બાર પ્રકારની હિંસાઓ
૧૨૩
દસ જ મિનિટમાં તેનું ઝેર ચડતાં આરુણીએ આંખનું તેજ ગુમાવ્યું. તેને દેખાતું બંધ થયું. આગળ ચાલતાં કોઈએ ગાળેલા કાચા કૂવામાં તે ગબડી પડયો. સદ્નસીબે કૂવામાં નાનકડા છોડની ડાળ હતી તે પકડી લીધી.
ગાયો પાછી વળી પણ આરુણિ ન દેખાયો એટલે માતાજી તો એકદમ બેચેન બની ગયાં. બહુ સખત કસોટી કરવા બદલ તેમણે ગુરુજીને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. તાબડતોબ બે ય જણ આરુણિની શોધમાં નીકળ્યાં. માતાજીની, “આરુણિ! ઓ, બેટા આરુણિ!'' એવી બૂમો સાંભળીને આરુણિએ કૂવામાંથી વળતો જવાબ દેતાં પત્તો લાગ્યો. ઉપાય કરીને આરુણિને ગુરુજીએ કૂવામાંથી બહાર કાઢ્યો. કશું ન પૂછતાં તેને સાથે લીધો. પણ તેને કશું દેખાતું ન હોવાથી તે પાછળ પડી ગયો. ત્યારે માતાજી તો ત્યાં જ ઢગલો થઈ ગયાં. જોરથી રડવા લાગ્યા. ગુરુજીને ઘણા કઠોર શબ્દો કહ્યા. “મારા દીકરાને તમે જ આંધળો કરી નાખ્યો છે વગેરે.’’
આરુણિનો હાથ પકડ ને ગુરુજી તેને તપોવન લઈ ગયા. સારી રીતે, સાથે બેસીને, ભારે હેતથી ખૂબ ખવડાવ્યું. બીજી બાજુ અમુક વનસ્પતિનો રસ કાઢીને આંખે આંજતાંની સાથે જ તેજ પાછું આવી ગયું.
બીજા દિવસે સવારે આરુણિને ગીતાજીનો પહેલો શ્લોક ગુરુજીએ ગોખવા માટે આપ્યો.
તપોવની બાળ અરિદમન (મતાંતરે ભરત) કેટલો બધો અભય હતો કે તપોવનમાં આવી ગયેલા સિંહને પડકારભરી ભાષામાં તેણે કહ્યું, “ઓ સિંહ! તારું મોં ખોલ; મારે તારા દાંત ગણવા છે!’’
પેલો તપોવની ભરત! રાજા દુષ્યંતના રથના ઘોડાની લગામ પકડી લઈને તેને રોકી દીધો. રાજાએ કહ્યું, “એ કોને રોકે છે! હું રાજા છું.'' તપોવનીએ કહ્યું, ‘‘અહીં તો અમારા કુલપતિશ્રીની આણ વર્તે છે. એમની આજ્ઞા વિના તમે કોઈ અહીં પ્રવેશી શકતા નથી.''
પેલી તપોવની માતા! એક દી કુલપતિને કહે, “મને જૂનાં બાળકો બહુ ગમતાં'તાં; કેમ કે તેઓ ચોરીછૂપીથી રસોડે આવીને ડબ્બામાંથી ગોળપાપડી કાઢીને ખાઈ લેતાં'તાં. આ વખતનો નવો ફાલ તો કેવો છે! બાળકો બહુ શિસ્ત દાખવે છે! કોઈ આ રીતે ગોળપાપડી ખાઈ લેતું નથી. આખો ડબ્બો કેટલાય દિવસ થયાં એમને એમ ભરેલો પડ્યો છે!''
વાલ્મિકી આશ્રમમાં રામ, લક્ષ્મણાદિ ભણ્યા. સાંદીપનિ આશ્રમના ‘કલાસ