________________
૧૨ ૨
બાર પ્રકારની હિંસાઓ
તપોવન-પ્રણાલિ એ તપોવનના ઋષિનું-કુલપતિનું નામ હતું; ધીમ્મર્ષિ. સેંકડો બાળકો ઉપર આ કુલપતિશ્રી તથા માતાજી (કુલપતિનાં ધર્મપત્ની) ધ્યાન આપતાં; તેમને જીવનનાં મૂલ્યો (ઉદારતા, પ્રેમ, ત્યાગ, સહિષ્ણુતા, મર્યાદા વગેરેનું) શિક્ષણ આપતાં. એમનું આ શિક્ષણ એમનું જીવન જ બોલતું.
પાત્રતા પ્રમાણે બાળકોને વિદ્યા આપતાં; ગ્રંથો ગોખાવતા. એકવાર કેટલાક બાળકોને ગીતાજી કંઠસ્થ માટે આરંભ કરાવ્યો. આરુણિ નામના દસવર્ષીય બાળકને ગીતા ભણવી હતી; પણ ગુરુજીએ તેને ના પાડી. માતાજીને આ વાતની ખબર પડતાં તેમણે ગુરુજીને કારણ પૂછયું. તેમણે કહ્યું, “મારે તેની રસવૃત્તિની અને આજ્ઞાપાલકતાની કસોટી કરવી છે. તે પછી હું તેને આ પાઠ આપીશ.”
બીજા દિવસે વહેલી સવારે કેટલીક ગાયોનું ધણ ચરાવવા માટે આરુણિને વનમાં લઈ જવાનો ગુરુજીએ આદેશ કર્યો. નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે દૂધ પીવાનું હોય છે પણ તે દિવસે દૂધ પીધા વિના વનમાં જવાનો આદેશ થવાથી આરુણિએ તેમ જ કર્યું. પણ બપોરે બાર વાગતાં એ બાળકને કકડીને ભૂખ લાગી. તેણે ગાયને દોહીનેઆંચલે મોં લગાડી દઈને ધરાઈને દૂધ પી લીધું.
ગોરજના સમયે ગાયોને પાછી વાળીને જ્યારે આરુણિ તપોવનમાં આવ્યો ત્યારે ગુરુજીએ તેના મોં ઉપર પ્રસન્નતા જોઈને પૂછ્યું કે, “શું તે વનમાં દૂધ પીધું છે!” આરુણિએ કહ્યું. “જી હા.”
ભલે.. જા.. કાલે પણ તારે જ ગાયોને ચરાવવા વનમાં જવું, પણ હવે હું તને કહું છું કે દૂધ પીધા વિના જવું; અને વનમાં ગોદૂગ્ધ પીવું પણ નહિ.” ગુરુજીના સત્તાવાહી સૂરે આદેશ થયો. આરુણિએ તે આદેશને માથે ચડાવ્યો. બીજા દિવસે સવારે ચાર વાગતાં સુધી તો તેણે ખેંચી કાઢ્યું, પણ તે સમયે વાછડાઓને પોતાની માને મન મૂકીને તેણે ધાવતાં જોયા અને ધરતી ઉપર વાછડાઓનાં મોંના ફીણના ગોટા ઠેરઠેર પડેલા જોયા. આ ગોટામાં મોં લગાવીને તે ખાઈ ગયો. એનાથી કાંઈ દૂધ થોડું મળે? પણ મન તો મનાવ્યું. પણ જ્યારે આ વાતની ગુરુજીને જાણ થઈ ત્યારે તેનો પણ નિષેધ કરીને ત્રીજા દિવસે ગાયો ચરાવવા માટે આરુણિને મોકલવામાં આવ્યો, આદેશનો અમલ થયો; પરંતુ સાંજે પાછા ફરતાં આરુણીને તમ્મર આવી ગયા. તે વખતે તેણે થોરીઆની વાડ જોઈ. તે થોરીઉ કાપીને તેમાંથી નીકળતો સફેદ પ્રવાહી પદાર્થ તેણે પી લીધો.