________________
જડરાગ ? કે રૂપીરાગ ?
‘જડરાગ અને જીવદ્વેષ' આ બે નબળાઈએ જ આપણને સંસારમાં રખડાવ્યા છે એમાં ના નથી; પરંતુ એમાં એક વાત એ સમજી રાખવાની છે કે એમ જડમાં તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો પણ સમાવેશ થાય છે પણ એના પ્રત્યેના રાગે કાંઈ આપણને રખડાવ્યા નથી કારણ કે એ ત્રણેય દ્રવ્યો અરૂપી જ છે. એના પર આપણે રાગ શું કરવાના હતા ?
તો ? જડમાં એક પુદ્ગલવ્ય એવું છે કે જે રૂપી છે. બસ, એ રૂપ પરના રાગે આપણા આત્માની આ સંસારમાં પથારી ફેરવી નાખી છે. એટલે કહેવું હોય તો એમ કહી શકાય કે જડનો રાગ નહીં પણ રૂપનો રાગ એ જ આપણી નબળાઈ રહી છે.
આ બંને પ્રકારના દોષોથી મુક્ત થવું છે ? એક કામ આપણે કરીએ. રૂપરાગનું સ્થાન આપણે રૂપ વૈરાગ્યને આપી દઈએ અને જીવદ્વેષનું સ્થાન આપણે જીવવાત્સલ્યને આપી દઈએ.
આ બાબતમાં આપણે સફળ બન્યા નથી અને આપણાં સંસાર પરિભ્રમણ પર કાપ મુકાવાનો ચાલુ થયો નથી.
૯૫
aooooooÛ✪✪✪✪✪✪OOD
ખસેડીએ નહીં, ખસી જઈએ
જીવનમાંથી આપણે કેટકેટલી ચીજોને ખસેડી શકશું ? નહીં ઇચ્છતા હોઈએ તો ય પ્રતિકૂળ વસતિ આપણે સ્વીકારવી જ પડશે. અનિચ્છાએ પણ શરીરમાં પેદા થઈ જતા રોગોને આપણે સહવા
જ પડશે. ગોચરીમાં આવી જતાં નાપસંદ દ્રવ્યોને આપણે પેટમાં પધરાવવા જ પડશે. ન ગમતી વ્યક્તિઓ સાથે આપણે સંપર્કમાં ય આવવું પડશે તો એવી વ્યક્તિઓ સાથે આપણે કેટલાક દિવસો, મહિનાઓ કે વરસો સુધી સંબંધ પણ રાખવો પડશે.
એ તમામને જીવનમાંથી ખસેડી નાખવાના પ્રયત્નોમાં આપણને સફળતા પણ મળવાની નથી અને એવા પ્રયાસો સંયમજીવનમાં આપણા માટે શોભાસ્પદ પણ બન્યા રહેવાના નથી.
તો પછી આપણે કરશું શું?
એક જ કામ આપણે કરવાનું છે. આ તમામને જીવનમાંથી ખસેડી દેવાને બદલે એ તમામમાંથી આપણે ખસી જવાનું છે. ખસી જવાનું છે એટલે ? એ તમામમાં કેન્દ્રિત થયેલા મનને આપણે . , એ તમામથી હટાવી દેવાનું છે.
ટૂંકમાં, પ્રતિકૂળતાઓને દૂર નથી કરવાની, પ્રતિકૂળતાઓમાં
જ અટવાતા રહેતા મનને ત્યાંથી દૂર કરી દેવાનું છે.
૯૬