________________
અંદરનું છોડીએ, અંદરનું મળશે
સુખ મેળવવા માણસ એકવાર દુઃખને સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. પૈસા મળતા હોય તો સંસારી માણસ ભૂખ
તરસ વેઠી લેવા તૈયાર અને મનગમતી સ્ત્રી મળતી હોય તો યુવક મા-બાપને છોડી દેવાય તૈયાર !
પ્રશ્ન એ છે કે આત્માને મેળવી લેવા આપણે શું છોડવા તૈયાર ? કબૂલ, સંયમજીવન મેળવવા આપણે મા-બાપને છોડ્યા, મળેલો અનુકૂળ પણ સંસાર છોડ્યો, પાંચેય ઇન્દ્રિયોના વિષયો છોડ્યા, મિત્રો ય છોડ્યા !
પણ આત્માને મેળવી લેવા આપણે અત્યારે શું છોડી રહ્યા છીએ ? અહંકાર છોડ્યા વિના આત્માને મેળવી લેવામાં આપણે સફળ નથી જ બનવાના એનો આપણને ખ્યાલ તો ખરો ને ? સુખશીલવૃત્તિ અને સ્વચ્છંદવૃત્તિને દફનાવી દીધા વિના આત્માને જન્મ આપી દેવામાં આપણને સફળતા નથી જ મળવાની એનો આપણને અંદાજ તો ખરો ને ?
યાદ રાખજો, બાહ્ય સંસારના ત્યાગે આપણને બહારથી સંયમજીવનના સ્વામી તો બનાવી દીધા છે પણ આત્યંતર સંસાર છોડીને હવે આપણે આપણા આત્માને પામી જવાનો છે. એ દિશામાં આપણે પ્રયત્નશીલ બનશું ખરા ?
૩૭
coalcocolate lookolk
ભ્રમ, સત્ય નથી - કસોટી, દુ:ખ નથી
‘સફળતાનું આકર્ષણ અને નિષ્ફળતાનું વિકર્ષણ’ સંસારી આત્માની વૃત્તિ આ જ હોય એ સમજી શકાય છે પણ યાદ રાખજો
કે આપણે તો સંયમી છીએ. સફળતા તો અહીં પણ મળી શકે છે અને નિષ્ફળતા તો અહીં પણ લમણે ઝીંકાતી રહે છે. પણ બને એવું કે સફળતા મેળવવા દોષસેવનનો માર્ગ અપનાવવો પડે અને ગુણસેવનના માર્ગે નિષ્ફળતા જ ઝીંકાતી રહે.
કરવાનું શું ? આ જ. આપણે સફળતાના નહીં પણ સરસતાના પૂજારી બનીએ. આપણે નિષ્ફળતાથી નહીં પણ દોષ-પાપ-પ્રમાદના સેવનથી જ જાતને દૂર રાખવા પ્રયત્નશીલ બનીએ.
કારણ ? દોષસેવનના માર્ગે મળી જતી સફળતા એ આત્મા માટે ભ્રમરૂપ જ પુરવાર થવાની છે અને ગુણસેવન પછી ય લમણે ઝીંકાતી નિષ્ફળતા આત્મા માટે કસોટીરૂપ પુરવાર થવાની છે.
ભ્રમને સત્ય ન માની લઈએ અને કસોટીને દુઃખ ન માની લઈએ એમાં જ આત્માનું હિત અકબંધ રહેવાનું છે.
* ૧ બ
jjf9