________________
મનની આ ચાલબાજીને ઓળખી લઈએ
સાચું બોલો. દરિયામાં ધક્કો લગાવી દઈને હાથ ઊંચા કરી દેતી વ્યક્તિ સાથે કોઈ ડાહ્યો માણસ મૈત્રી જમાવશે ખરો ? પ્રગટેલી આગમાં ધકેલી દઈને ભાગી જતા માણસ પ્રત્યે કોઈ
સમજુ માણસ વિશ્વાસ મૂકશે ખરો ? ગુંડાના ઘરમાં દાખલ કરી દઈને ઘરનું બારણું બંધ કરી દઈને રફુચક્કર થઈ જતા યુવાન સાથે કોઈ યુવક દોસ્તી જમાવવા તૈયાર થઈ જશે ખરો ?
જો ના, તો અનંતકાળથી મન, આત્મા સાથે શું કરી રહ્યું છે એ આપણે બરાબર જાણી લેવાની જરૂર છે. મન સતત શરીરને પાપમાં જોડતું રહીને પોતાના હાથ ઊંચા કરતું રહ્યું છે. પાપસેવન શરીરે કર્યું. એ માટેની પ્રેરણા મન તરફથી મળતી રહી. અશુભ કર્મો આત્માએ બાંધ્યા અને પરલોકમાં આત્મા દુર્ગતિની યાત્રાએ નીકળી પડ્યો.
એક કામ આપણે કરીએ. શરીરને પાપમાં જોડી દઈને પોતાના હાથ ઊંચા કરી દેતા મન પ્રત્યે આપણે કૂણી લાગણી ન ધરાવીએ. એના પ્રત્યે વિશ્વાસ ન કેળવીએ. એની સાથે દોસ્તી ન જમાવીએ. પાપસેવનથી આપણે ખૂબ ખૂબ બચતા રહેશું.
૨૯
Cocoaceful to cookbook ધ્યાન કરવું છે ? કે ધ્યાન રાખવું છે ?
હમણાં હમણાં ચારે ય બાજુ ‘ધ્યાન’ની બોલબાલા થઈ રહી છે. અચ્છા અચ્છા સાધકો જાતજાતનાં ધ્યાન લગાવી રહ્યા છે.
ધ્યાનશિબિરો યોજાઈ રહી છે. ધ્યાનના વર્ગ ખૂલી રહ્યા છે. ધ્યાન માટેના ચોક્કસ પ્રકારનાં વાતાવરણ ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ સબૂર !
સાચે જ જો આપણા આત્માને આપણે બચાવી લેવા માગીએ છીએ તો આપણે અત્યારે ધ્યાન કરવા તરફ દોડતા રહેવાને બદલે આપણા આત્માનું ધ્યાન રાખવા તરફ વધુ જાગ્રત બનવાની જરૂર છે. પરમાત્મા મહાવીરદેવે ગણધર ગૌતમને કરેલ આ વાત, 'શોયન ! સમયમા પમાય′ શેની સૂચક છે? ધ્યાન કરવાની નહીં પણ આત્માનું ધ્યાન રાખવાની ! ધ્યાન રાખવાનું આત્માનું, એટલે ? એટલે આ જ કે આત્મા આર્તધ્યાન કે રૌદ્રધ્યાનનો શિકાર ન બનતા ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં જ વ્યસ્ત રહ્યા કરે.
સાવધાન ! ધ્યાન રાખવાને બદલે ધ્યાન કરવાના આજના લલચામણાં માહોલમાં જાતને ગુમ કરી દેવાની ભૂલ કરી બેસતા નહીં.
၁၂
D