________________
પા. ૧ સૂ. ૨૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૫૭ चागमानुमानाचार्योपदेशसमधिगततत्त्वविषयो भवति हि चेतसः संप्रसादोऽभिरुचिरतीच्छा श्रद्धा नेन्द्रियादिष्वात्माभिमानिनामभिरुचिरसंप्रसादो हि स व्यामोहमूलत्वादित्यर्थः । कुतोऽसावेव श्रद्धेत्यत आह-सा हि जननीव कल्याणी योगिनं पाति विमार्गपातजन्मनोऽनर्थात् । सोऽयमिच्छाविशेष इष्यमाणविषयं प्रयत्नं प्रसूत इत्याहतस्य हि श्रद्दधानस्य । तस्य विवरणं विवेकार्थिनो वीर्यमुपजायते । स्मृतिर्ध्यानम् । अनाकुलमविक्षिप्तम् । समाधीयते योगाङ्गसमाधियुक्तं भवति । यमनियमादिनान्तरीक समाध्युपन्यासेन च यमनियमादयोऽपि सूचिताः । तदेवमखिलयोगाङ्गसंपन्नस्य संप्रज्ञातो जायत इत्याह- समाहितचित्तस्येति । प्रज्ञाया विवेकः प्रकर्ष उपजायते। संप्रज्ञातपूर्वमसंप्रज्ञातोत्पादमाह - तदभ्यासात् तत्रैव तत्तद्भूमिप्राप्तौ तद्विषयाच्च वैराग्यादसंप्रज्ञातः समाधिर्भवति । स हि कैवल्यहेतुः । सत्त्वपुरुषान्यताख्यातिपूर्वो हि निरोधश्चित्तमखिलकार्यकरणेन चरितार्थमधिकारादवसादयति ॥२०॥
યોગીઓ માટે ક્રમપૂર્વક સમાધિનો ઉપાય કહે છે : બીજાઓને (યોગીઓને) શ્રદ્ધા, ઉત્સાહ, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞાપૂર્વક સમાધિ થાય છે.
ઇન્દ્રિયવગેરેના ચિંતકો પણ શ્રદ્ધાવાળા હોય છે, તેથી શ્રદ્ધાનો અર્થ પ્રસન્નતા એવો કરે છે. આગમ, અનુમાન અને આચાર્યના ઉપદેશથી અસંપ્રજ્ઞાતસમાધિ માટે અભિરુચિવાળી અભીપ્સાથી એવી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. જે લોકો ઇન્દ્રિય વગેરેને આત્મા ગણવાના કારણે વ્યામોહમાં પડ્યા છે. તેઓમાં આ પ્રસન્નતા અને અભીપ્સા ઉત્પન્ન થતાં નથી. આને જ શ્રદ્ધા કેમ કહેવામાં આવે છે ? કારણ કે એ પ્રેમાળ માતાની જેમ યોગીનું અવળા માર્ગે જવાથી ઉત્પન્ન થતા અનિષ્ટથી રક્ષણ કરે છે. એ અભીપ્સાના વિષયને સ્પષ્ટ કરી, એની પ્રાપ્તિના પ્રયત્નને જન્મ આપે છે. શ્રદ્ધાયુક્ત, વિવેકની ઇચ્છાવાળા યોગીમાં શક્તિ પેદા થાય છે. સ્મૃતિ એટલે ધ્યેયની નિરંતર સભાનતા. અવિક્ષેપ એટલે થોડા વખત માટે સ્થિરતા નહીં, પણ સતત એકાગ્રતાવાળી સ્થિરતા. એનાથી યોગના અંગ તરીકે વર્ણવેલો સમાધિ થાય છે. યમનિયમ વગેરેથી સમાધિ બહુ દૂર નથી, તેથી યમનિયમ પણ સૂચવ્યા. સમાહિત ચિત્તવાળા યોગીમાં પ્રજ્ઞાના વિકાસરૂપે વિવેક ઉત્પન્ન થાય છે. સંપ્રજ્ઞાત પછી, અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. અભ્યાસથી એની ભૂમિ (અવસ્થા) દૃઢ થતાં, પછીથી એના વિષયમાં પણ વૈરાગ્ય થવાથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. એ કૈવલ્યનો હેતુ છે. સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન ઉત્પન્ન થતાં ચિત્તનો નિરોધ થાય છે, જેનાથી ચરિતાર્થ બનેલું ચિત્ત બધાં કાર્યકરણોના અધિકારથી નિવૃત્ત થાય છે. ૨૦