________________
૫૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૧
ते खलु नव योगिनो मृदुमध्याधिमात्रोपाया भवन्ति । तद्यथा- मृदूपायो, मध्योपायोऽघिमात्रोपाय इति । तत्र मृदूपायोऽपि विविध:- मृदुसंवेगो, मध्यसंवेगस्तीव्रसंवेग તિ તથા કોપાયતથfમત્રોપીય રૂતિ | તત્રાહિમાવોપાયાનામ્ – યોગીઓ નવ પ્રકારના હોય છે. મૃદુ, મધ્યમ અને તીવ્ર ઉપાયવાળા. જેમકે કેટલાક મંદ ઉપાયવાળા, કેટલાક મધ્યમ ઉપાયવાળા અને કેટલાક તીવ્ર ઉપાયવાળા હોય છે. એમાં મૃદુ ઉપાયવાળા ત્રણ પ્રકારના હોય છે, મંદગતિ, મધ્યપ્રગતિ અને તીવ્રગતિવાળા. મધ્યમ ઉપાયવાળા પણ આ રીતે ત્રણ પ્રકારની ગતિવાળા, અને તીવ્ર ઉપાયવાળા પણ ત્રણ પ્રકારની ગતિવાળા હોય છે. એમાં તીવ્રઉપાયવાળાઓમાં
तीव्रसंवेगानामासन्नः ॥२१॥ તીવ્રગતિવાળા યોગીઓને સમાધિલાભ જલ્દી થાય છે. ૨૧
भाष्य
समाधिलाभः समाधिफलं च भवतीति ॥२१॥
તીવ્રગતિવાળા યોગીઓને સમાધિલાભ અને સમાધિનું ફળ (કૈવલ્ય) જલ્દી મળે છે. ૨૧
तत्त्व वैशारदी ननु श्रद्धादयश्चेद्योगोपायास्तहि सर्वेषामविशेषेण समाधितत्फले स्याताम् । दृश्यते तु कस्यचित्सिद्धिः कस्यचिदसिद्धिः कस्यचिच्चिरेण सिद्धिः कस्यचिच्चिरतरेण कस्यचितिक्षामित्यत आह-ते खलु नव योगिन इति । उपायः श्रद्धादयो मृदुमध्याधिमात्राः प्राग्भवीयसंस्कारादृष्टवशाद्येषां ते तथोक्ताः । संवेगो वैराग्यं तस्यापि मृदुमध्यतीव्रता प्राग्भवीयवासनादृष्टवशादेवेति तेषु यादृशां क्षेपीयसी सिद्धिस्तान्दर्शयति सूत्रेण - तीव्रसंवेगानामासन्न इति सूत्रम् । शेषं भाष्यम् । समाधेः संप्रज्ञातस्य फलमसंप्रज्ञातस्तस्यापि कैवल्यम् ॥२१॥
જો શ્રદ્ધા વગેરે યોગના ઉપાયો હોય, તો બધાને સરખી રીતે સમાધિલાભ અને એનું ફળ (કૈવલ્ય) મળવું જોઈએ. પરંતુ જોવામાં આવે છે કે કોઈને સિદ્ધિ મળે છે, કોઈને મળતી નથી. કોઈને લાંબા સમય પછી, અને કોઈને એના કરતાં પણ વધારે સમય પછી મળે છે. જ્યારે કેટલાકને જલ્દી સિદ્ધિ મળે છે. આ શંકાના સમાધાન માટે ભાષ્યકાર “તે ખલુ નવ યોગિનો મૂદુમધ્યાધિમાત્રોપાયા...” વગેરેથી