________________
૫૬]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૦
લાખ વર્ષો સુધી કેવલ્ય જેવી દશામાં રહે છે. પણ નિર્ગુણ પુરુષને પ્રાપ્ત કર્યા પછી કાળની મર્યાદા નથી.”
આમ આ (પ્રકૃતિલય) ફરીથી જન્મવાના હેતુરૂપ હોવાથી, ત્યાજય છે, એમ સિદ્ધ થયું. ૧૯
श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥२०॥
શ્રદ્ધા, ઉત્સાહ, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક બીજાઓ (યોગીઓ)ને અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૨૦
માણ उपायप्रत्ययो योगिनां भवति । श्रद्धा चेतसः संप्रसादः । सा हि जननीव कल्याणी योगिनं पाति । तस्य हि श्रद्दधानस्य विवेकाथिनो वीर्यमुपजायते । समुपजातवीर्यस्य स्मृतिरुपतिष्ठते । स्मृत्युपस्थाने च चित्तमनाकुलं समाधीयते । समाहितचित्तस्य प्रज्ञाविवेक उपावर्तते, येन यथार्थं वस्तु जानाति । तदभ्यासात्तद्विषयाच्च वैराग्यादसंप्रज्ञातः સમાથિર્મવતિ ર૦
ઉપાય પ્રત્યય યોગીઓને શ્રદ્ધા વગેરેથી સમાધિલાભ થાય છે. શ્રદ્ધા એટલે (ધ્યેય સાથે એકતાની કલ્પનાથી થતી) પ્રસન્નતા. એ (શ્રદ્ધા) હિનૈષિણી માતાની જેમ યોગીનું રક્ષણ કરે છે. શ્રદ્ધાયુક્ત, વિવેકજ્ઞાનની અભીપ્સાવાળા યોગીમાં ઉત્સાહ અને શક્તિ ઉત્પન્ન થાય છે. શક્તિમાન યોગીમાં સ્મૃતિ (સતત સજગતા) પેદા થાય છે. એનાથી ચિત્ત વ્યાકુળતા વિનાનું બનીને સમાધિમાં પ્રવેશે છે. ચિત્ત સમાહિત થતાં વિવેક- ખ્યાતિ ઉત્પન્ન થાય છે, જેનાથી યોગી યથાર્થ સર્વસ્તુને જાણે છે. એના અભ્યાસથી અને ઉપસ્થિત થતા તે તે વિષયમાં વૈરાગ્ય કેળવવાથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. ૨૦
तत्त्व वैशारदी योगिनां तु समाधेरुपायक्रममाह-श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् । नन्विन्द्रियादिचिन्तका अपि श्रद्धावन्त एवेत्यत आह-श्रद्धा चेतसः संप्रसादः । स