________________
પા. ૧ સૂ. ૧૯] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૫૫
તેમ જ અવ્યક્ત, મહતુ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ અનાત્મા છે. એમાં આત્મબુદ્ધિવાળા, તૌષ્ટિકો (એમાં જ સંતોષ માનનારા) વૈરાગ્યવાળા હોવા છતાં ફરીથી જન્મે છે. પરંતુ એમનો એ જન્મ નિરોધ સમાધિના કારણરૂપ હોવાથી, એને ભવપ્રત્યય કહે છે. મોક્ષ ઇચ્છતા યોગીઓનો સમાધિ ઉપાય પ્રત્યય હોય છે. વિશેષ વિધાન કરીને બીજાઓના મોક્ષસંબંધનો નિષેધ કરે છે.
ભવ પ્રત્યય સમાધિ કોને થાય? એનો જવાબ સૂત્રથી આપે છે કે વિદેહ અને પ્રકૃતિલયોને ભવપ્રત્યય સમાધિ થાય છે. એની સમજૂતી આપે છે કે વિદેહ બનેલા દેવોને ભવ પ્રત્યય સમાધિ થાય છે. ભૂતો અથવા ઇન્દ્રિયોને આત્મા માનીને, એમની ઉપાસનાથી જેમનું અંતઃકરણ એમની વાસનાથી રંગાયું છે, તેથી તેઓ શરીરના નાશ પછી ઇન્દ્રિયો કે ભૂતોમાં લીન થાય છે. એમના ચિત્તમાં સંસ્કારમાત્ર શેષ રહેલો હોવાથી તેઓ છ કોશોવાળા દેહ વિનાના હોય છે, તેથી વિદેહ કહેવાય છે. તેઓ સંસ્કારમાત્રનો ઉપયોગ કરતા ચિત્તથી કૈવલ્ય અનુભવતા હોય એમ રહે છે. તેઓ વૃત્તિશૂન્ય કૈવલ્યના અનુભવમાં સમાન, પણ ચિત્તનો અધિકાર (કાય) બાકી હોવાથી મુક્ત પુરુષો થી) અસમાન હોય છે “સંસ્કારમાત્રોપભોગ” એવો પાઠ ક્યાંક મળે છે. એનો અર્થ સંસ્કારમાત્રનો ઉપભોગ, વૃત્તિનો નહીં, એવો થાય. અવધિ પૂરો થાય ત્યાં સુધી તે તે વર્ગના પોતાના સંસ્કારોના પરિપાકને અનુભવે છે અને ફરીથી સંસારમાં પ્રવેશ કરે છે.
આ વિષે વાયુ પુરાણમાં કહ્યું છે : “ઇન્દ્રિયચિતકો દસ મન્વન્તર સુધી, અને ભૂતચિંતકો પૂરાં સો મન્વન્તર સુધી (કૈવલ્ય જેવી અવસ્થામાં) રહે છે.”
પ્રકૃતિલયો અવ્યક્ત, મહતુ, અહંકાર, અને પાંચતન્માત્રાઓમાંથી એકને આત્મા માનીને, એની ઉપાસનાના કારણે, એની વાસનાથી રંગાયેલા અંતઃકરણવાળા, શરીર પડ્યા પછી એમાં લીન બનીને પોતાના અધિકાર સુધી રહે છે.
વિવેકખ્યાતિ ઉત્પન્ન થતાં ચિત્ત ચરિતાધિકાર (કૃતકૃત્ય) બને છે. પરંતુ સત્ત્વ અને પુરુષની ભિન્નતાનું જ્ઞાન ન થાય, તો અચરિતાર્થ ચિત્ત સાધિકાર રહે છે. એવું ચિત્ત પ્રકૃતિમાં લીન થઈ, સંસારમાં પાછું ન ફરે ત્યાં સુધી કૈવલ્ય અનુભવતું હોય એમ રહે છે. પ્રકૃતિલય પામ્યા છતાં, આવું ચિત્ત સાધિકાર હોવાથી પાછું ઉત્પન્ન થાય છે, જેમ વર્ષા ઋતુ પૂરી થતાં માટી બનેલો દેડકાનો દેહ, વરસાદના પાણીનો ફરીથી અભિષેક થતાં, ફરીથી દેહભાવ પ્રાપ્ત કરે છે. આ વિષે વાયુપુરાણમાં કહ્યું છે : “પ્રકૃતિના કોઈ તત્ત્વમાં અભિમાન કરનારા હજાર વર્ષ સુધી, બૌદ્ધો દુઃખ રહિત બની દસ હજાર વર્ષ સુધી, અવ્યક્તનું ચિંતન કરનારા