________________
પા. ૧ રૂ. ૧૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૫૩
તેથી વિષયોનો ત્યાગ કરીને સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, તેમજ આલંબન વિના, સંસ્કાર માત્ર શેષરૂપ હોય છે. તે આ સમાધિના સમાનરૂપવાળો હોવાથી, એનું કારણ બને એ યોગ્ય છે. આલંબન લેવું એટલે આશ્રય લેવો. વૃત્તિરૂપ કાર્ય બંધ થયું હોવાથી ચિત્ત અભાવને પ્રાપ્ત થયું હોય, એવો સમાધિ નિજ કે નિરાલંબ કહેવાય છે. અથવા લેશો અને કર્માશય બીજ છે, એ ન હોવાથી એ નિર્બીજ છે. ૧૮
स खल्वयं द्विविध: उपायप्रत्ययो भवप्रत्ययश्च । तत्रोपायप्रत्ययो योगिनां મવૃત્તિ- આ (સમાધિ).બે પ્રકારનો છે ઃ ઉપાય પ્રત્યય અને ભવ પ્રત્યય. યોગીઓ માટે ઉપાય પ્રત્યય (અને-)
भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥१९॥
વિદેહ અને પ્રકૃતિલયોને એ જન્મસિદ્ધ છે. ૧૯
भाष्य
विदेहानां देवानां भवप्रत्ययः । ते हि स्वसंस्कारमात्रोपयोगेन चित्तेन कैवल्यपदमिवानुभवन्तः स्वसंस्कारविपाकं तथाजातीयकमतिवाहयन्ति । तथा प्रकृतिलयाः साधिकारे चेतसि प्रकृतिलीने कैवल्यपदमिवानुभवन्ति, यावन्न पुनरावर्ततेऽधिकारवशाच्चित्तमिति ॥ १९॥
વિદેહ એટલે દેવોને એ સમાધિ જન્મસિદ્ધ હોય છે. તેઓ પોતાના સંસ્કાર માત્રનો ઉપયોગ કરતા ચિત્તથી, કૈવલ્ય અનુભવતા હોઈ તે તે જાતિના સંસ્કારોના પરિપાકને અનુરૂપ જીવન જીવે છે. અને પ્રકૃતિલયોનું ચિત્ત સાધિકાર હોવાથી, કૈવલ્ય અનુભવતા હોય એમ ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી એમના સાધિકાર ચિત્તનો અવધિ પૂરો થતાં પાછા સંસારમાં આવતા નથી. ૧૯
तत्त्व वैशारदी
निरोधसमाधे रवान्तरभेदं हानोपादानांङ्गमादर्शयति स खल्वयं निरोधसमाधिर्द्विविध:- उपायप्रत्ययो भवप्रत्ययश्च । उपायो वक्ष्यमाणः श्रद्धादिः प्रत्ययः कारणं यस्य निरोधसमाधेः स तथोक्तः । भवन्ति जायन्तेऽस्यां जन्तव इति भवोऽविद्या, भूतेन्द्रियेषु वा विकारेषु प्रकृतिषु वाऽव्यक्तमहदहंकारपञ्चतन्मात्रेष्वनात्मस्वात्म