________________
પર ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧૮
કે સાવલંબ અભ્યાસ એનું સાધન બનતો નથી. વસ્તુના અભાવવાળો વિરામનો અનુભવ આમાં આલંબન છે, કોઈ પદાર્થ નહીં. આના અભ્યાસથી અવલંબનના અભાવને લીધે, ચિત્ત પણ અભાવને પ્રાપ્ત થયું હોય, એવું જણાય છે. આ અસંપ્રજ્ઞાત કે નિર્બીજ સમાધિ છે. ૧૮
तत्त्व वैशारदी क्रमप्राप्तमसंप्रज्ञातमवतारयितुं पृच्छति-अथेति । विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः । पूर्वपदेनोपायकथनमुत्तराभ्यां च स्वरूपकथनम् । मध्यमं पदं विवृणोति - सर्ववृत्तीति । प्रथमं पदं व्याचष्टे-तस्य परमिति । विरामो वृत्तीनामभावस्तस्य प्रत्ययः कारणं तस्याभ्यासस्तदनुष्ठानं पौन:पुन्यं तदेव पूर्वं यस्य स तथोक्तः । अथापरं वैराग्यनिरोधकारणं कस्मान्न भवतीत्यत आह- सालम्बनो हीति । कार्यसरूपं कारणं युज्यते न विरूपम् । विरूपं चापरं वैराग्यं सालम्बनं निरालम्बनसमाधिना कार्येण । तस्मानिरालम्बनादेव ज्ञानप्रसादमात्रात्तस्योत्पत्तिर्युक्ता । धर्मेमेघसमाधिरेव हि नितान्तविगलितरजस्तमोमलाद् बुद्धिसत्त्वादुपजातस्तद्विषयातिक्रमेण प्रवर्तमानोऽनन्तो विषयावद्यदर्शी समस्तविषयपरित्यागाच्च स्वरूपप्रतिष्ठः सन्निरालम्बनः संस्कारमात्रशेषस्य निरालम्बनस्य समाधे:कारणमुपपद्यते सारूप्यादिति । आलम्बनीकरणमाश्रयणमभावप्राप्तमिव वृत्तिरूपकार्याकरणानिर्बीजो निरालम्बनः । अथ वा बीजं क्लेशकर्माशयास्ते निष्कान्ता यस्मात्स तथा ॥१८॥
“અથાસંપ્રજ્ઞાત સમાધિઃ કિમુપાય...” વગેરેથી પ્રશ્ન પૂછે છે. જવાબમાં સૂત્રથી કહે છે કે વિરામના અનુભવના અભ્યાસથી પ્રગટતો, સંસ્કારશેષ સમાધિ અન્ય (અસંપ્રજ્ઞાત) છે. સૂત્રના પહેલા શબ્દથી ઉપાય, અને બાકીના શબ્દોથી સ્વરૂપ કહે છે. “સર્વવૃત્તિપ્રત્યસ્તમયે” વગેરેથી મધ્યવાળા શબ્દનું વિવરણ આપે છે. અને “તસ્ય પર વૈરાગ્યમુપાય:”થી પ્રથમ પદની વ્યાખ્યા કરે છે. વિરામ એટલે વૃત્તિઓનો અભાવ, એના કારણનો અભ્યાસ એટલે અનુષ્ઠાન કે વારંવાર અનુભવવા યત્ન કરવો એ પૂર્વમાં (કારણરૂપ) છે, એવો સમાધિ અસંપ્રજ્ઞાત છે. “સાલમ્બનો હૃભ્યાસઃ તત્સાધનાય ન કલ્પતે...” વગેરેથી અપર વૈરાગ્ય નિરોધનું કારણ કેમ ન બની શકે, એ વાત કહે છે. કારણમાં સમાનરૂપવાનું કાર્ય હોય એ યોગ્ય છે, અસમાન રૂપવાળું નહીં. અપર વૈરાગ્ય સાલમ્બન હોવાથી નિરાલમ્બ સમાધિરૂપ કાર્યથી અસમાન રૂપવાળો છે. આ કારણે નિરાલંબ જ્ઞાનપ્રસાદથી એ ઉત્પન્ન થાય એ યોગ્ય છે. બુદ્ધિસત્વમાંથી રજ-તમના બધા મળો દૂર થયા પછી, ઉત્પન્ન થયેલો ધર્મમેઘસમાધિ, વિષયોને અતિક્રમીને રહે છે, અને વિષયદોષ જુએ છે.